ઉમરપાડા: આદિવાસી સંસ્કૃતીની એક ઝલક પીલવણી ઉત્સવ.. આ ઉજવણી સંદર્ભે ઉમરપાડા તાલુકામાં સ્થાનિક આદિવાસી સમાજના લોકોએ ભેગા થઈ એક બેઠકનું આયોજન કરાયું હતું અને બેઠકની શરૂઆત પહેલાં આદિવાસી પરંપરા મુજબ દેવપૂજા કરવામાં આવી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ આદિવાસી પરંપરા મુજબ દેવમોગરા મેળામાંથી પરત ફર્યા પછી ગિંબદેવની પૂજા ગિંબદેવ જાત્રાડુંગર ખાતે કરવામાં આવતી હતી, આ ડુંગર પરથી આજુબાજુના ગામડાઓમાંથી હોળીનો વાંસ લઈ જવામાં આવતો હતો. ચોમાસાની ખેતીની શરૂઆત કરતાં પહેલા આદિવાસી સમાજનાં લોકો ગિંબદેવની પૂજા અને રજામંજૂરી પછી જ ખેતરમાં વાવેતરની શરુઆત થતી હતી, પરંતુ આ પરંપરા છેલ્લો થોડા વર્ષોથી બંધ પડી છે ત્યારે આ પૂજા ફરીથી શરું થાય એ હેતુથી પિલવણી ઉત્સવની ઉજવણીનાં આયોજન બેઠકનું સ્થાન ગિંબદેવ જાત્રાડુંગર રાખવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆત પહેલાં આદિવાસી પરંપરા મુજબ દેવપૂજા કરવામાં આવી હતી.
આદીવાસી સમાજની સંસ્કૃતીને બચાવી રાખી પ્રકૃતિના ખોળે ફરી આ ઉજવણી ની શરૂઆત માટે બેઠક યોજાઈ હતી જેની યોજના બેઠક સ્થાન ઉમરપાડા તાલુકાના ગીંબદેવ જાત્રાડુંગર રાખવામાં આવ્યું હતું અને કાર્યક્રમને કેવી રીતે સફળ બનાવવો એ સંદર્ભે ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં માટે પ્રભુભાઇ વસાવા, નરેશભાઈ વસાવા, અનુરાગભાઈ ચૌધરી, એડવોકેટ વિપુલભાઈ ચૌધરી, જતીનભાઈ વસાવા વગેરે વગેરે આગેવાનો અને યુવા મિત્રો હાજર રહ્યા હતા.

