વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક મહિલાના ગુમ થવાની ઘટના સામે આવી છે. પારડી તાલુકાના કીકરલા ગામની રહેવાસી 32 વર્ષીય રાધાબેન નાયકા શિવરાત્રીના દિવસે પલસાણા ગંગાજીના મેળામાં જવાનું કહીને નીકળ્યા બાદ ઘરે પરત ફર્યા નથી.
Decision news ને મળેલી માહિતી મુજબ 26 ફેબ્રુઆરીના રોજ બપોરે 11:30 વાગ્યે રાધાબેને તેમના સાસુના મોબાઈલ પરથી પતિ રાજેશભાઈને ફોન કરીને મેળામાં જવાની જાણ કરી હતી. રાજેશભાઈ જમવા માટે સાસરી ગયા બાદ કામ પર ગયા હતા. સાંજે 4:30 વાગ્યે જ્યારે તેઓ કામ પરથી સાસરી પહોંચ્યા ત્યારે રાધાબેન ઘરે હાજર ન હતા.પરિવારજનોએ રાધાબેનની શોધખોળ શરૂ કરી. પલસાણા ગંગાજીના મેળામાં તપાસ કરી. ઉમરસાડી ખાતે રહેતી.
તેમની સાળી અને અન્ય સગાસંબંધીઓના ઘરે પણ તપાસ કરી. પારડી રેલ્વે સ્ટેશન સહિત આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ કરવામાં આવી, પરંતુ રાધાબેનનો કોઈ પત્તો લાગ્યો નથી. રાધાબેનના ડાબા હાથના અંગૂઠા પર ‘R’ અક્ષરનું ટેટૂ છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે અને બોલી શકે છે. આ મામલે પતિ રાજેશભાઈએ પારડી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

