ધરમપુર: દિવસે ને દિવસે હવે ગામડાઓમાં પણ હત્યાનો ડર થંભવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ગતરોજ વલસાડના ધરમપુર તાલુકાના બામટી ગામના જલારામ ફળિયામાં જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હોવાની જાણકારી Decision News મળી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના બામટી ગામના જલારામ ફળિયાના 49 વર્ષીય ચંદુભાઈ તળસીભાઈ પટેલ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે નીતિન ઉર્ફે લાલુ મોહનભાઈ પટેલે લાકડાથી માથાના ભાગમાં મારતાં તેઓ ગંભીર રીતે બાઈક ઉપર થી નીચે પટકાયા હતા. તેના પગમાં પણ ફેક્ચર થઈ ગયું હતું. આ મારા મારીની ઘટના બનતા જ લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી ધરમપુર પોલીસને મળતા પોલીસ પણ ઘટના સ્થળે કાફલો લઈ દોડી આવી હતી.

ચંદુભાઈને ગંભીર ઈજા થવાના કારણે તેમને સારવાર માટે તાત્કાલિક ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં ફરક ન પડતા તેમને વલસાડ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ ત્યાં ફરજ બજાવતા તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. ધરમપુર પોલીસે સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં પીએમ કરી લાશ પરિવારને સોંપી દીધાનું જાણવા મળ્યું હતું. હાલમાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતક ચંદુભાઈના બે સંતાનો છે અને એક પત્ની છે જેવો નિરાધાર બન્યા છે. ધરમપુર પોલીસે હાલ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here