ઉમરગામ: ઉમરગામના નંદીગામમાં આવેલી કંપનીનાં દૂષિત પાણી ખુલ્લામાં છોડાતા સ્થાનિક વિસ્તારમાં આવેલા કુવા- બોરનાં પાણી પ્રદૂષિત બની ગયા છે જે પાણી જો વપરાશમાં લેવામાં આવે તો લોકોના આરોગ્ય માટે ખતરારૂપ બની શકે છે અને આ માટે જ સ્થાનિકો આ મુદ્દાને લઈને સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરનાં ઘરે જવાબદાર કંપની વિરૂદ્ધ ફરિયાદ કરવા પોહચ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.
Decision News ને સ્થાનિકના જણાવ્યા અનુસાર નંદીગામમાં કોરબ નામની કંપની આવી છે આ કંપનીનાં દૂષિત પાણી બહાર છોડવામાં આવે છે જેના કારણે નંદીગામના પટેલ ફળિયામાં આવેલ બોર અને કુવાનાં પાણી પ્રદૂષિત થઈ ગયા છે આ પાણીનો ઉપયોગ અમે પીવા,રસોઈ બનાવવા અને ન્હાવા ધોવા કરવા મજબૂર બન્યા છે જેના લીધે ચામડીનાં રોગો અને અન્ય આરોગ્ય લક્ષી સમસ્યા ઊભી થઈ છે અમારું જીવન જોખમમાં લાગતા આ પ્રદૂષિત પાણી બોટલમાં ભરી ધારાસભ્ય રમણલાલ પાટકરનાં ઘરે લઈ ગયા હતા અને અમે સમગ્ર હકીકત જણાવી હતી.
ધારાસભ્ય પાટકરે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા અને કસૂરવાર સામે પગલાં ભરવા સરીગામ GPCB અધિકારી ત્રિવેદીને રજૂઆત કરી અને GPCB ની ટીમે કંપનીમાં પહોંચી કંપની માંથી છોડાતાં પાણીનાં સેમ્પલ લઇ તપાસ શરૂ કરાઈ છે જીપીસીબી GPCB ની આ તપાસના અહેવાલમાં હવે શું બહાર આવશે અને કંપની વિરુદ્ધ ક્યારે પગલાં લેવાશે અને સ્થાનિક લોકોની પ્રદૂષિત પાણી વપરાશની જે સમસ્યા છે તેમાંથી છુટકારો મળશે કે નહીં એ તો આવનારો સમયા જ બતાવશે.

