ખેરગામ: આછવણી ગામના બહુચર્ચિત દુકાન વિવાદ કેસમાં ડો.અમિત પટેલ અને શૈલેષ ગાવડાને ફાયદો પહોંચાડવા ખેરગામ પોલિસ દ્વારા બદઇરાદે યોગ્ય કલમો નહીં ઉમેરી પોતાની ફરિયાદ નબળી બનાવી દીધા હોવાનો મહિલા અરજદારનો ગંભીર આક્ષેપ કર્યાનું બહાર આવ્યું છે.

ખેરગામ તાલુકાના આછવણી ગામના હટી ફળિયાના વિવાદિત લાલજી ગાવડા દ્વારા પોતાના પુત્ર સ્વ.કાંતિભાઈ ગાવડા અને અન્ય સામાજિક આગેવાનોએ વાંસદાના જાણીતાં વકીલ શૈલેષભાઇ ગામિતની હાજરીમાં સ્વ.ગણેશભાઈ વાઘીયાને વર્ષ 2021માં 9 લાખ રૂપિયામાં જ્યાંસુધી સૂર્ય-ચંદ્રનુ અસ્તિત્વ રહે એટલે કે હંમેશા માટે દુકાન વેચી દેવામાં આવેલ.જેમાંથી 6.5 જેટલી માતબર રકમ નોટરી સમયે જ એડવાન્સમાં ચૂકવી આપવામાં આવેલ.અને બાકીના 2.5 લાખ રૂપિયા દસ્તાવેજ સમયે ચૂકવી આપવાની શરત કરવામાં આવેલ.આ નોટરીના આધારે વારંવાર પોતાના હકની દુકાનનો કબ્જો માંગવા જતાં ગાવડા પરિવાર દ્વારા વાઘીયા પરિવારને વારંવાર ધાકધમકી આપવા છતાં વાઘીયા પરિવારે દુકાનનો કબ્જો મેળવવાના પ્રયાસો ચાલુ રાખતાં સ્વ. ગણેશભાઈ વાઘીયાના વિધવા પત્નિ મંજુલાબેન વાઘીયા,પુત્ર વૈભવ વાઘીયા,પુત્રી વૈદેહી વાઘીયા પર તારીખ 12/02/2024 ના રોજ વિવાદિત શૈલેષ ગાવડા,લાલજી ગાવડા અને ડો.અમિત પટેલ દ્વારા જીવલેણ હુમલો કરતા વૈભવ વાઘીયાને 4 દિવસ સુધી વલસાડ સિવિલમાં દાખલ થવાની નોબત આવેલ હતી અને હુમલામાં વાઘીયા પરિવારના મહિલાઓના કપડાંલતા ફાટી ગયેલ હતાં.

શૈલેષ અને ડો.અમિતના હુમલામાં વૈભવ વાઘીયાને 4 દિવસ હોસ્પિટલમાં દાખલ થવા પડે એટલો ઈજાગ્રસ્ત કરેલ હોવા છતાં વગદાર શૈલેષ ગાવડા દ્વારા રૂમલા સરકારી દવાખાનામાં જઇ મેડિકોલીગલ કેસ કઢાવી સ્વબચાવમાં વળતી એફઆઈઆર કરવામાં આવેલ હતી.અને સામસામી ફરિયાદમાં ખેરગામ મામલતદાર કમ મેજિસ્ટ્રેટની અદાલતમાં તારીખ 24/02/2025 ના રોજ બંને પક્ષકારોને શરતી જામીન મળેલ અને તાલુકા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 01/03/2025 ના રોજ બંને પક્ષકારોને વધુ કાર્યવાહી અર્થે ફરીથી બોલાવવામાં આવેલ છે. પરંતુ તારીખ 24/02/2025 ના રોજ જમાદાર બિપિન નાયકા દ્વારા જામીન અરજીની પ્રક્રિયા માટે મામલતદાર ઓફિસમાં 4.30 વાગેની આસપાસ બંને પક્ષકારોને બોલાવી મામલતદાર ઓફિસમાં બેસાડી મામલતદાર કચેરી પરિસરમાંથી લગભગ 3 કલાક જેટલો સમય નીકળી જતાં વાઘીયા પરિવારે તેટલો સમયગાળો સામાવાળા ભારે તકરારી અને ઝનુની સ્વભાવના હોવાથી ક્યાંક ફરીથી હુમલો નહીં કરી બેસે એવા ડરથી ભારે ટેન્સનવાળી મનોસ્થિતિમાં વિતાવ્યો હોવાની ફરિયાદ ખેરગામ પીએસઆઈ એમ.બી.ગામીતે કરી છે.

આ ઉપરાંત સોસીયલ મીડિયામાં વાયરલ અરજી જેમાં પ્રથમ પાને ખેરગામ પીએસઓ અને છેલ્લે પાને ઇન્ચાર્જ મામલતદારની અરજી સ્વીકાર્યાની સહી જોઈ શકાય છે તે અનુસાર ખેરગામ અનુસાર ફરિયાદના તપાસ અધિકારી બિપીન નાયકાએ સામાવાળાઓને બચાવવાંના બદઇરાદે ફરિયાદની અંદર ધોકાઘડીની અને મહિલાઓ પરના અત્યાચારની કલમો ઉમેરેલ નહીં.અને મહિલા અરજદારે અરજીમાં નિવેદન દરમ્યાન ડો.અમિત પટેલ અથવા એમના મદદગાર ગોકુળ પટેલ સાથે વારંવાર વાતચીત કરી અરજદારની ફરિયાદ નબળી બનાવી સામાવાળાની કાઉન્ટર ફરિયાદ લીધેલ હોવાની આશંકા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો,જેની તપાસ માટે અરજદારે પીએસઆઈ ખેરગામ પાસે જમાદાર બિપિન નાયકાની કોલડિટેઇલ્સ કઢાવીને તપાસ કરવાની પણ માંગણી કરેલ છે.

એકબાજુ ગ્રામજનો પાસેથી જાણવા માહિતી અનુસાર દુકાન વેચાણે આપનાર લાલજી ગાવડા નોટરી જ ખોટી હોવાનો રાગ આલાપતા ફરી રહ્યા છે,આથી ડિસિઝન ન્યુઝના પત્રકારે આ બાબતે નોટરી કરનાર વકીલ શૈલેષભાઇ ગામીતનો સંપર્ક કરતા એમણે નોટરી સાચી હોવાની અને પોતાની પાસે એ બાબતના દસ્તાવેજો હોવાની વાત ઉચ્ચારી હતી.આ બાબતે નોટરીના આધારે ખેરગામ પોલિસે ધોકાઘડીની ફરિયાદ કેમ નથી નોંધી એ બાબતે પણ લોકો સવાલો ઉઠાવ્યા હતાં.અરજદારે આ અરજી ગૃહમંત્રી હર્ષ સંઘવી,રાજય મહિલા આયોગ,રાજય પોલીસવડા,સામાજિક અને ન્યાયિક અધિકારીતા વિભાગ,રેંજ આઇજી સુરત,નવસારી કલેકટર, નવસારી જિલ્લા પોલિસ અધિક્ષક,ખેરગામ મામલતદારને જરૂરી વધુ કાર્યવાહીઅર્થે રવાના કરેલ છે.ત્યારબાદ અરજદારના પુત્ર વૈભવ વાઘીયાએ સોસીયલ મીડિયામાં આ અરજીની નીચે શૈલેષ ગાવડા, લાલજી ગાવડા અને ડો.અમિત પટેલ ભારે વગદાર અને પૈસાદાર હોવાથી ખેરગામ પોલિસ સામાવાળાને ઇશારે ગરીબ વાઘીયા પરિવારને અન્યાય કરી રહેલ હોવાના આક્ષેપો કર્યા હતાં.

ગૃહમંત્રી હર્ષ સંઘવી એક પ્રસંગે કહી રહ્યા છે કે જો પોલિસ ખોટું કરતી હશે તો પોલિસ વિરુદ્ધ પણ ફરિયાદ કરશો તો પોલિસ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તે ટાંકીને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે મદદની ગુહાર લગાવી હતી અને ખેરગામ પોલીસ અરજદાર અને એના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેશે એવી બીક હેઠળ સતત જીવી રહ્યા હોવાની પણ વાત ઉચ્ચારી હતી.સાથેસાથે અરજદારે એમપણ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેરગામ પોલિસ આ બાબતમાં ધોકાઘડી અને મહિલાઓ પરના અત્યાચારની ફરિયાદ નહીં નોંધશે તો પોલિસ સ્ટેશનની બહાર પોતાના પરિવાર સાથે ભૂખ હડતાલ પર બેસશે. હવે આવનાર સમયમાં ખેરગામ પોલિસ શું કાર્યવાહી કરશે અને સત્ય બહાર લાવશે અને પીડિતોને ન્યાય અપાવશે કે કેમ તે જોવાનું રહ્યું.