ધરમપુર: વલસાડ શિક્ષણ વિભાગ બન્યું ગાંધારીની જેમ પટ્ટી બાંધીને બેઠું છે. આજરોજ ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતી રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી જ્યાં બાળકો ગ્રામ પંચાયતમાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્યારે ગુજરાત સરકારનું ભણશે ગુજરાત બોલશે ગુજરાતનું સૂત્ર ચરિતાર્થ થતું હોય એમ કેવી રીતે કહી શકાય એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
Decision News મળેલી માહિતી મુજબ ડિસેમ્બર 2023માં જર્જરિત સ્કૂલનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને આજદિન સુધી બનાવવાની શરૂઆત પણ કરવામાં આવી નથી ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે બાળકો ઉનાળાના બળબળતા તાપમાં અને ચોમાસા દરમિયાન બાળકોને ક્યાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવશે. રાજપુર તલાટ ગામના અગ્રણી મુન્નાભાઈ અને એસએમસી પ્રમુખ દ્વારા કરેલ ફરિયાદના આધારે આજરોજ રાજપુરી તલાટ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી કુલ વિધાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ધોરણ 1 થી 2 ના વિદ્યાર્થીઓ બાલવાટિકા ની ઓફિસમાં અભ્યાસ કરવા મજબુર છે.
ધોરણ-3 થી 5 ના બાળકો પ્રાર્થના હોલમાં બેસીને અભ્યાસ કરવા મજબુર છે. ધોરણ-6 થી 7 ના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતમાં અને ધોરણ-8 ના વિદ્યાર્થીઓ બાળવાટિકાના ઓફિસ ની ઉપર બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે. હાલે ગરમી ની શરૂઆત થઇ ગઈ છે તો અને થોડાજ મહિનામાં ચોમાસાની શરૂઆત થઇ જશે તો બાળકો ભણછે કઇ રીતે ની ચિંતા ગામના વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો વહેલી તકે શાળાનું બાંધકામ ચાલુ કરવામાં ન આવે તો આગામી દિવસોમાં ગામના વાલીઓ અને એસ.એમ.સી સમિતિ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને સ્કૂલની તાળાબંધી કરવાની ફરજ પડશે.

