નવીન: જવાનીના ઉંબરે પ્રેમમાં પડતાં યુવા હૈયાનો થનગની ઉઠે તેવા સમાચાર આવ્યાં છે. પ્રેમીઓને સપોર્ટ કરતો એક મોટો ચુકાદો હાઈકોર્ટે જાહેર કર્યો છે. એક પોક્સો કેસનો નિકાલ કરતાં દિલ્હી હાઈકોર્ટે યુવાનો માટે એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે યુવાન છોકરા અને છોકરીઓને કાયદાનો ડર રાખ્યાં વગર પ્રેમ અને સંબંધ રાખવાની આઝાદી રહેલી છે.18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને ડર વિના રોમેન્ટિક અને સંમતિથી સંબંધો બાંધવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કાયદા પ્રમાણે જો વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો જ આવા સંબંધોને ગુનો ગણવામાં આવે છે.

જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે કહ્યું કે કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓ વચ્ચે સંમતિથી બનેલા શારીરિક સંબંધોને પણ ગુનો ગણવામાં આવે છે અને તેને POCSO એક્ટ હેઠળ ગુનો ગણવામાં આવે છે. આ બાબતે બોલતાં જસ્ટિસે કહ્યું કે આટલી નાની ઉંમરે છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના પ્રેમને સ્વીકારવા માટે કાયદો બનાવવો જોઈએ. ન્યાયાધીશે કહ્યું, મારું માનવું છે કે સમાજ અને કાયદો બંનેએ યુવાન વ્યક્તિઓના રોમેન્ટિક સંબંધોમાં જોડાવાના અધિકારો પર ભાર મૂકવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આ સંબંધો એવા હોવા જોઈએ કે છોકરા કે છોકરીનું શોષણ ન થાય કે ન તો કોઈની સાથે દુર્વ્યવહાર થાય.

“પ્રેમ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ”
યુવાનોના પ્રેમને સપોર્ટ આપતાં જસ્ટિસે કહ્યું કે પ્રેમ એ એક એવો અનુભવ છે જે દરેકને હોવો જોઈએ, તે એક મૂળભૂત અનુભવ છે. કિશોરોને ભાવનાત્મક જોડાણો બનાવવાનો અધિકાર છે. આ સંબંધોને સ્વીકારવા અને આદર આપવા માટે કાયદાનો વિકાસ થવો જોઈએ. આ સંબંધોને સ્વીકારવા માટેની શરત એ હોવી જોઈએ કે તે સંમતિથી બનેલા હોય અને તેમાં કોઈ પણ પ્રકારનો બળજબરી ન હોવી જોઈએ. સગીરોના રક્ષણ માટે, સંમતિની કાનૂની ઉંમર 18 વર્ષ છે. તે જ સમયે, સંમતિથી બનેલા સંબંધોને ગુનાહિત બનાવવાને બદલે, કાયદાએ આ સંબંધોમાં શોષણ અને દુર્વ્યવહાર અટકાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

શું હતો મામલો?
માર્ચ 2024માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે POCSO કેસમાં ધરપકડ કરાયેલા 21 વર્ષીય યુવકને જામીન આપ્યા, અને કહ્યું કે કોર્ટ કિશોર વયના પ્રેમને નિયંત્રિત ન કરી શકે. અલ્હાબાદ હાઈકોર્ટે પણ કહી ચૂકી છે સંમતિથી પ્રેમ સંબંધોમાં કિશોરો સામે POCSO એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે. 2014માં એક પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રી, જે 12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી, ટ્યુશન ક્લાસમાં ગઈ હતી અને ત્યારબાદ ઘરે પાછી ફરી ન હતી. બાદમાં છોકરી એક છોકરા સાથે મળી આવી. છોકરો 18 વર્ષથી વધુ ઉંમરનો હતો. છોકરાની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યાં, જેના પગલે રાજ્યે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી. હાઈકોર્ટે 30 જાન્યુઆરી, 2025 ના રોજ રાજ્યની અપીલ ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે છોકરીએ તેની જુબાનીમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે આરોપી સાથેનો તેનો સંબંધ સંમતિથી હતો. કોર્ટે કહ્યું કે છોકરીની ઉંમરના ચોક્કસ પુરાવા વિના POCSO એક્ટ હેઠળ આરોપીને દોષિત ઠેરવવો કઠોર રહેશે, ખાસ કરીને જ્યારે છોકરી ઘટના સમયે પુખ્ત વય (18 વર્ષ) થી માત્ર બે વર્ષ ઓછી હોય. ઘટના સમયે છોકરી 14-15 વર્ષથી ઓછી ઉંમરની હતી તો આ સિદ્ધાંત લાગુ પડશે નહીં. કોર્ટે કહ્યું કે આવા કિસ્સાઓમાં, POCSO કાયદાની જોગવાઈઓને અવગણવી એ ન્યાયની હત્યા સમાન હશે.