ગુજરાત: ગુજરાતના અનુસુચીત આદિવાસી વિસ્તારમાં અસામાજીક બિનઆદિવાસી (પરપ્રાતીય) લોકો દ્વારા વારંવારે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર,બલાત્કાર તેમજ હત્યા જેવા અતિ ગંભીર અપરાધો પર નિયંત્રણ લાવવા તેઓની ઘુસણખોરી અટકાવવા હુકુમ કરવામાં આવે આ બાબતે આદિવાસી સમાજના આગેવાન એડવોકેટ જિમ્મી પટેલે એ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને તાપી જિલ્લા કલેકટરશ્રી મારફત એક પત્ર લખ્યો છે.

આ પત્રમાં આદિવાસી વિસ્તારને લઇને ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને અતીગંભીરતા લેવું જોઈએ એમ જણાવ્યું છે તથા એડવોકેટ જિમ્મી પટેલ દ્વારા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબને વધુમાં જણાવ્યું છે કે આદિજાતી આદિવાસી સમુદાય ભારતના બંધરાણને માન આપી EXCLUDED AND PARTIALLY EXCLUDED AREA વિસ્તાર માં શાંતી પ્રિય રીતે રહે છે. ભારતના બંધારણમાં આદિવાસી સમુદાયના રક્ષણ માટે વિશેષ પ્રાવધાનો આપવામાં આવ્યા છે. જેના થકી આદિવાસી સમુદાય પોતાની સંસ્કૃતિ,રિતી રિવાજ અને રુઢી પ્રથા તેમજ માતા બહેનો બાળકોનો સર્વાંગી વિકાસ કરી શકે છે પણ જણાવતા દુખ થાય છે કે આઝાદીના 76 વર્ષ પછી પણ બંધારણમાં આટલા બધા પ્રવધાન હોવા છતાં આદિવાસી વિસ્તારમાં આદિજાતી સ્ત્રીઓ ઉપર બિનઆદિવાસીઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે.

ઉદ્યોગો, ફેક્ટ્રીઓ, જી.આઇ.ડી.સી.ઓ,રોડ રસ્તાના કામો તેમજ પંચાયતી રાજના વિકાસના કામોમાં ગેરકાયદેસર રીતે મજુર અને કામદાર વર્ગો તરીકે લવાતા બિનઆદિવાસી (પરપ્રાંતી) લોકો નો આદિવાસી વિસ્તારમાં ઘુસણખોરી કરી વસી જતાં તેમના દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં આદિજાતી સ્ત્રીઓ ઉપર હુમલાઓ વધી જવા પામેલ છે. જેને પરીણામે આદિજાતી સ્ત્રીઓ ઉપર બલાત્કાર, હત્યા અને ગેરકાયદેસર લગ્ન જેવા અપરાધો વેગવંત બન્યા છે.જેના માઠા પરીણામો સીધા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ અને હજારો વર્ષોથી સાચવેલી હમોની ખેતી લાયક જમીનો ઉપર થયા છે. જે હમો આદિવાસી સમુદાયના રક્ષણ અર્થે બનાવેલ કાયદા અને બંધારણના પ્રાવધાનોનુ સરેઆમ ઉલ્લંઘન છે.

Decision News ને મળેલી માહિતી મુજબ થોડા દિવસો પહેલા પારડી, ઝગડિયા તેમજ સુરતના વાંકલ ગામે બિનઆદિવાસી અસામાજીક પરપ્રાંતિય દ્વારા આદિવાસી દિકરીની હત્યા કરવામાં આવી હતી આવા અનેક બનાવો છેલ્લા વર્ષોમાં આદિવાસી વિસ્તારમાં થયા છે. જેને સંદર્ભે આ બિનઆદિવાસી પરપ્રાંતિયો પર નિયંત્રણ લાદવાની જરૂરત ઉભી થઈ છે. જેને અનુસંધાને ભારતીય બંધારણની આર્ટિકલ 19 (5) અન્વયે તમામ આદિવાસી વિસ્તારમાં બિનઆદિવાસી પરપ્રાંતિયોની ઘુસણખોરી અટકાવવા માટે હુકુમ કરી પરિપત્ર બહાર પાડી આદિવાસી સમાજને રક્ષણ પુરુ પાડવામા આવે જેનાથી આદિવાસી સમાજની માતા બહેનો અને સંસ્કૃતિ ઉપર થતા અત્યાચાર, બલાત્કાર, હત્યાઓ જેવા હુમલાઓ બંધ થાય અને તેમને સંરક્ષણ મળે તેવો હુકુમ બહાર પાડવા આદિવાસી આગેવાન એડવોકેટ જિમ્મી પટેલ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હવે સમગ્ર બાબતે એ જોવાનું રહ્યું કે એડવોકેટ જિમ્મી પટેલના પત્ર બાદ આદિવાસી વિસ્તારમાં મહિલા સુરક્ષા,બિન આદિવાસીઓની ઘૂસણખોરી,અત્યાચાર જેવી બાબતોને લઈને શું અસર પડે છે એ જોવાનું રહ્યું