નવસારી: નવસારી જિલ્લામાં રાત્રે દરમિયાન તસ્કરોનો ત્રાસ વધી ગયો છે. પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં સતત હોવા છતાં પણ તસ્કરો જાણે પોલીસનો જાણે ડર ન હોય તેમ નવસારી જિલ્લામાં અનેક જગ્યાએ રાત્રે દરમિયાન ચોરી કરી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં પણ એક જ રાતમાં ચારથી પાંચ જગ્યાએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર અમલસાડ ખાતે આવેલા જૈન દેરાસરમાં પણ તસ્કરોએ ગત રાત્રી દરમિયાન ટાર્ગેટ બનાવ્યું હતું. ચોર મંદિરમાં ઘુસી રહ્યા છે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ચોર મંદિરનો દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને ચોરીનો પ્રયાસ કરી રહ્યા છેબીજી તરફ આસપાસમાં આવેલી ચારથી પાંચ દુકાનમાં ચોરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચોર ટોળકી જિલ્લામાં લાંબા સમયથી આતંક મચાવી રહી છે જેને કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.સમગ્ર ઘટના બાબતે ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘જૈન દેરાસર સહિત આસપાસની દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ તો અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ અમે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

