નવસારી: યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.0 નું દક્ષિણઝોન કક્ષાની ફૂટબોલ ટૂર્નામેન્ટ નર્મદા જીલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલ મહાકુંભ ઝોન કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટમાં નવસારી જીલ્લાની ટીમ રનર્સઅપ થઈ
Decision News ને મળેલી માહિતી મુજબ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.0 નું દક્ષિણઝોન કક્ષાની ફૂટબોલ ટૂર્નામેન્ટ નર્મદા જીલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ઝોનના આઠ જિલ્લાઓએ ભાગ લીધો હતો. જેમાં નવસારી જિલ્લા ની પ્રથમ મેચ સુરત શહેર સામે 1-0 થી જીત્યું હતું, સેમિફાઇનલ મેચમાં નર્મદા જિલ્લા સામે 4-0 થી જીત્યું હતું, જ્યારે ફાઇનલ મેચમાં ભરૂચ જિલ્લા સામે 1-0 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે આવનારા સમયમાં ઝોન કક્ષાએથી બે ટીમ નવસારી અને ભરૂચ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ત્યારે આ બંને ટીમના ખેલાડીઓના રાજ્યકક્ષા સ્તર પર પર્ફોમન્સને લઈને દર્શકોમાં અને રમતપ્રેમીઓ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

