ઉમરપાડા: ગોવટ થી ઉમરપાડા રસ્તા વચ્ચે પણ ટ્રક પલટી ખાવાની ઘટના સામે આવી દાદરા નગર હવેલી નું પાસીંગ ધરાવતો આ ટ્રક ઉમરપાડા ના ગામડાઓમાંથી અનાજ લઈને જે રહ્યું હતું ત્યારે આ સમગ્ર ઘટના બની માહિતી અનુસાર 17 ફેબ્રુઆરીના સાંજના સાડા ચાર વાગ્યાના આજુબાજુના સમયમાં આ સમગ્ર ઘટના બની હતી.
Decision News ને મળતી વિગતો અનુસાર ઘટના બન્યાના તરત જ ટ્રકના માલિકને જાણ થતા તેઓ ઘટના સ્થળે હાજર થયા. ટ્રક પલટવાના થોડાક સમયમાં ડ્રાઇવર ને ઉમરપાડા ની સરકારી હોસ્પિટલમાં સામાન્ય સારવાર માટે લઈ જવામાં આવ્યા છે માહિતી અનુસાર ડ્રાઇવર હાલ સહી સલામત છે.
પરંતુ ટ્રક જે ખેતરમાં પલટી ખાધો છે તે ખેતરમાં પાક હોવાને કારણે હાલ ખેડૂતને નુકસાન થયું અને સાથે ટ્રક માલિકને પણ નુકસાન થયું હાલ આ ટ્રકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ટ્રકના માલિક નો જણાવ્યા અનુસાર રસ્તો ઘણો સાંકડો હોવાને કારણે તેમજ રસ્તો હાલના સમયમાં જ બન્યા હોવાને કારણે ટ્રકનો ટાયર એક બાજુ વધુ નમી ગયો જેના કારણે આ ઘટના બની છે.

