ભરૂચ: ગતરોજ યોજાયેલી પેટાચૂંટણી માટે પંડવાઈ બેઠક અંતર્ગત ત્રણ ગામોનો સમાવેશ થયેલ છે. જેમાં પંડવાઈ, આમોદ અને ગોડાદરાનો સમાવેશ થયેલ છે ત્રણે ગામોમાં મતદરોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભરૂચના હાંસોટ તાલુકામાં સમાવિષ્ટ પંડવાઈ તાલુકા પંચાયત બેઠક માટે રાષ્ટ્રીય મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલ કે જેઓ બંને પિતારાઈ ભાઈઓ છે અને એક જ ગામ કૂડાદરા ગામના રહીશ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક ભાજપના રઉફ પટેલ જીતી ગયા હતાં.
તેઓએ રાજીનામુ આપતાં ખાલી પડેલ બેઠક માટે ગતરોજ ચૂંટણી યોજાઈ હતી. હાલ બન્ને પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. હાલ હાંસોટ તાલુકા પંચાયતમાં ભાજપ બહુમતીમાં રહી સત્તા ભોગવી રહ્યુ. ગતરોજ યોજાયેલી પેટાચૂંટણીનું મંગળવાર 18 મી તારીખે મત ગણતરી થનાર છે. ત્યારે જ ખબર પડશે કોની જીત નક્કી થશે.

