વલસાડ: વલસાડના અબ્રામામાં વોર્ડ નં.10માં આવેલી મારૂતિ ગુરૂકુળ શાળાના આચાર્યએ તેમના મોબાઈલ ગ્રુપમાં કમળને મત આપી વિજય બનાવા સોશ્યલ મીડિયા પર મેસેજ વાયરલ કર્યો હોવાનું બહાર આવતાની સાથે જ લોકોમાં આક્રોશ ફેલાયો છે.

લોકો જણાવી રહ્યા છે કે એક આચાર્યએ પોતાની શિક્ષણ સંસ્થાની જવાબદારી નિભાવવાનું હોય છે ત્યારે રાજકારણી  બની કોઈ એક પક્ષ માટે મતદાન કરવા મેસેજ વાયરલ કરવું કેટલું યોગ્ય છે. ભાજપના નિશાન કમળને મત આપવા અને વિજય બનાવવા અપીલ આ શિક્ષણ જગતને શરમાવે એવું કાર્ય છે. આ ઘટનાને લઈને વોર્ડ નં.10ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ત્રિપાઠી અને તેમની ટીમના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.

શૈલેષ ત્રિપાઠીનું કહેવું છે કે આ મામલે અમે જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને ફરિયાદ કરી છે. વહીવટીતંત્રએ આચાર્ય વિરુધ્ધ તપાસ હાથ ધરી છે. મારૂતિ ગુરૂકુલ વિધાલયના આચાર્યએ એક મેસેજ ગ્રુપમાં વાયરલ કર્યો હતો. બાળકોને પોતાના મા-બાપને વોટ કરવા કહેવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે.