વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના કંડોલપાડા 9 તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાઇ હતી. આ બેઠક વિવાદિત થયાના કારણે સઘન પોલીસ પેટ્રોલિંગ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં 79.58 ટકા મતદાન થયાનું જાણવા મળ્યું છે.
વાંસદની કંડોલપાડા 9 તાલુકા પંચાયત આ બેઠક માટે કોંગ્રેસ, આપ અને ભાજપ મળી કુલ ત્રણ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક માટે ચૂંટણી પ્રચાર દરમિયાન ઝંડા બાંધવા બાબતે કોંગ્રેસ-ભાજપ વચ્ચે બબાલના પણ દ્રશ્યો ઊભા થયા હતા. દિવસ દરમિયાન કંડોલપાડા બુથ 1માં – 75.96 ટકા, કંડોલપાડા બુથ 2માં – 82.38 ટકા, હોલુંબર બુથ 1માં 80.54 ટકા મતદાન થયું હતું.
આ ઉપરાંત ઢોલુંબર બુથ 2માં 83.11 ટકા, લિંબારપાડામાં 72.15 ટકા, વાંસકુઈમાં 78.04 ટકા જ્યારે દુબળફળિયામાં 84.33 ટકા મતદાન થતા કુલ મળી 79.58 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ વાંસકુઈમાં 78.04 અને બીજા ક્રમે દુબળફળિયામાં 84.33 ટકા મતદાન લોકોએ કર્યું.

