પાલઘર: આદિવાસી સમાજના કોકણા કોકણી, કુકણા કુનબી સમુદાય (ડાંગ) સમાજ ગુજરાત રાજ્યની રાષ્ટ્રીય વૈયારીક એકતા મહાસંમેલન આજરોજ જવાહર પાલઘર ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલીની ફાઈનલ બેઠક મળી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ જેમા આગામી જવાહર ખાતે મળનાર રાષ્ટ્રીય એકતા મહાસંમેલન માટે ફાઈનલ કાર્યક્રમની રુપરેખા માટેની ચર્ચા કરવામાં આવી અને સમાજના સંગઠનો સાથે પ્રચાર- પ્રસાર માટેની દરેક જિલ્લામાં કેન્દ્રીય કોર સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી. આ રાષ્ટ્રીય કાર્યક્રમ 26-27-04-2025 ના રોજ જવાહર ખાતે રાષ્ટ્રીય મહાસંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાતમાંથી જે બી પવાર, માળી સાહેબ કાંતિભાઈ કુનબી, ડાહ્યાભાઈ વાઢું, ડો. દિનેશભાઈ ખાંડવી, ગણેશભાઈ ગાંવિત, કાશીરામ બીરારી ગામજૂભાઈ ગાવિત, ધનશારામ ભોયે, પંકજભાઈ પાલવે ચેતનભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

