વાંસદા: વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં પટેલ ફળિયામાં રહેતા અને માહલા પેટ્રોલપંપના માલિક પ્રણવ શંકરભાઈ માહલા (ઉ.વ. 35)એ 28મી માર્ચ 2024ના રોજ ફેસબુક ઉપર સર્ફિંગ કરતા હતા. દરમિયાન ટ્રેડિંગ કરવા બાબતે રોકાણ કરવાની જાહેરાત જોઈ હતી. જેના ઉપર તેમણે ક્લીક કરતા ગોલ્ડન સ્ટોક શેરીંગ પોર્ટફોલિયો વોટ્સએપ ગ્રુપ ખૂલ્યું હતું. જેમાં તેઓ જોઇન્ટ થયા હતા. જેના એડમિન તરીકે 8 મોબાઈલ નંબર હતા. તેઓ જોઇન્ટ થતા તાત્કાલિક 70027 87035 ઉપરથી મેસેજ આવ્યો હતો, જેમાં એક શખ્સે પોતાની ઓળખાણ અમલ તરીકે આપી હતી.

અમલનો ફોન આવ્યો હતો અને પ્રણવ પાસે માહિતી માંગી શેર બજારમાં રોકાણ કરવા બ્લોક ટ્રેડિંગમાં રૂ. 50 હજારનું રોકાણ કરવું પડશે એમ જણાવતા પ્રણવે હા પાડી હતી. થોડા દિવસ બાદ 50 હજાર મોકલેલ બેંકની ડિટેલ પર Impsથી ટ્રાન્સફર કર્યા હતા. થોડા દિવસ બાદ તેમાંથી રૂ. 40,892ના શેર લીધા હતા. થોડા દિવસમાં પ્રણવને વધુ નફો દેખાતા શેર વેચવા અમલને જણાવતા તેણે ના પાડી હતી. અમલે સંજય સર નામના વ્યક્તિનો સંપર્ક કરવા કહેતા તેને કોલ કરતા તેણે 100 દિવસમાં 10 ઘણા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ પર મળવાની સ્કિલ બહાર પાડી હોવાનું જણાવ્યું હતું અને મુંબઇનું એડ્રેસ મોકલ્યું હતું.

પ્રણવને આવી લોભામણી સ્કિમ આપી અલગ અલગ ખાતામાં રૂ. 15,52,100 ભરાવ્યા હતા અને કહ્યું હતું કે બીજી કંપનીમાં ઓર્ડર નાંખો પૈસા ભરવાના નથી ત્યારે ફન્ડ આવશે ત્યારે નાંખજો. જેથી પ્રણવે પતંજલી કંપનીમાં ઓર્ડર નાંખતા તેને રૂ. 42,51,674 નાંખવાનું કહેતા તેને શંકા ગઈ હતી. જેથી પ્રણવે રોકેલા રૂ. 15,52,100 લાખના શેર વિડ્રોલ કરવા જતા પૈસા ઉપાડી શકાયા ન હતા. જેથી અમલ અને સંજય ને ફોન કરી નાણાં પરત માંગતા તેઓએ જણાવ્યું હતું કે તમે ઓર્ડર કરેલા પતંજલીના શેરના રૂ. 42,51,674 તમારે ભરવા જ પડશે નહી તો તમે રોકેલા પૈસા મળશે નહી.

પ્રણવને છેતરપિંડી થઈ હોવાનું જણાતા 3 મે 2024ના રોજ સાયબર હેલ્પ લાઇનમાં ફોન કરી અરજી આપી હતી. તેની અરજીથી રૂ. 1,89,205 હોલ્ટ પર બતાવતા તેણે વાંસદા પોલીસમાં 13 ફેબુઆરીના રોજ રાત્રે રૂ. 13,62,895નો ઓનલાઇન ફ્રોડ થયો હોવાનું જણાવી સંજય અને અમલ અને બીજા 14 મોબાઈલ નંબર ધારકો સામે ગુનો નોંધાવ્યો હતો.