ચીખલી: આદિવાસી સમાજ દ્વારા 11/02/2024 ના રોજ ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટ ધેજ (વાંઝરી ફ) સાંઢપાડા ગૌચર મેદાનમાં આયોજન કરવામાં આવેલ હતું. અન્ય સમાજના વિરોધના કારણે તા. ચીખલીના TDO સાહેબ દ્વારા તા. 10/02/2024 ના રોજ આદેશ જાહેર કરી વાંઝરી ફ સાંઢપાડા ગૌચર મેદાનમાં રમતની પ્રવૃત્તિ પર રોક લગાવી દેવામાં આવી હતી. તેથી આદિવાસી ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંઢપાડા ગૌચર મેદાનમાં રદ કરવામાં આવી હતી.

જ્યારે અન્ય સમાજ દ્વારા (વાંઝરી ફ) ના યુવાનો દ્વારા એજ (વાંઝરી ફ) સાંઢપાડા ગૌચર મેદાનમાં ક્રિકેટનું આયોજન તા. 15/16-02-25 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે ધેજ ગામના આગેવાનો દ્વારા વહીવટી તંત્રને તા. 12/02/2025 ના રોજ કલેકટર શ્રી. એસ.પી શ્રી TDO શ્રી મામલતદાર શ્રી, પી.એસ. આઈ શ્રી સરપંચશ્રીને લેખિતમાં જાણ કરવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઘેજ (વાંઝરી ફ) સાંઢપાડા ગૌચર મેદાનમાં રમતની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે એવી માંગ ઉઠી છે જો રોક લગાવવામાં ના આવે તો ઘેજ ગામના આદિવાસી સમાજમાં અન્ય સમાજ દ્વારા થનાર ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે.

આદિવાસી સમુદાય ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી ક્રિકેટને અટકાવવાની વાતો વાયુ વેગે ફેલાઈ રહી છે અને કાયદો વ્યવસ્થા ખોળવાશે તો સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારી તેમજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોની રહેશે એમ જણાવી રહ્યા છે. જો ગૌચર મેદાન પર ક્રિકેટ રમવા પર રોક ન લગાવવામાં આવે તો અધિકારીઓ પર એક્ટ્રોસિટી એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવી રહ્યા છે.