ઉમરપાડા: થોડા સમય પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો માળખું બહાર પાડવામાં આવ્યું ત્યારબાદ તારીખ સાથે ચૂંટણી નજીક આવતી ગઈ ત્યારે ઉમરપાડા તાલુકામાં હાલ પોલીસ જબરજસ્ત બંદોબસ્તમાં જોવા મળી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગઈકાલના રોજ ઉમરપાડાના ઘાણાવડ ગામમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આવ્યા હતા. અને થોડા સમય પહેલા જ ભાજપના અગ્રણી આગેવાનો પણ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખતા ઉમરપાડા પોલીસ દ્વારા એસ આર પી ના જવાનોને સાથે લઈને તેમજ જીઆરડી ના જવાનો ને પણ સાથે લઈને કડક સુરક્ષા જોવા મળી હતી અને આ સમગ્ર ફ્લેગ માર્ચ માં નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.કે.વનાર પણ હાજર રહ્યા હતા. અંદાજિત સો જેટલા જવાનો સાથે મળીને સુરક્ષા ક્ષેત્રે પોતાની નજર કડક બનાવી હતી.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા હાલમાં તાલુકા પંચાયતની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ સુરક્ષા ક્ષેત્રે ઉમરપાડા પોલીસ દ્વારા વધુ કડક કાર્યવાહી સાથે સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય ખુબ જ સરસ રીતે કરવામાં આવી રહ્યું છે.