ખેડા: પોલીસ નામનું સાચા અર્થમાં પાલન કરતા ખેડા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી પ્રદીપસિંહ સાહેબે એક ખુબ બિરદાવવા લાયક કામ કર્યું છે. બે વર્ષ પહેલા વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ખેડા પાસે એક મહિલાની હત્યા કરી નાખવામાં આવેલ હતી અને મહિલાની લાશ પાસે ઘાયલ હાલતમાં એક બાળકી મળી આવેલ હતી.

ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ આ મહિલાની હત્યા કરનાર શખ્સની પોલીસ બે વર્ષથી તમામ મહેનત કરી હતી પરંતુ આરોપી કોણ છે તે અંગે કોઈ માહિતી મળતી ન હતી. ખેડા પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહે થોડાક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હતા ત્યારે એક રીલમાં ખોવાયેલ બાળકનો ફોટો જોયો હતો. આ ફોટો જોતા જ પ્રદીપસિંહને બે વર્ષ પહેલાની ઘટના યાદ આવી હતી.

ત્યાર પછી પ્રદીપસિંહ અને ખેડા પોલીસે ખોવાયેલા બાળકની પૂછપરછ, ટેકનિકલ તપાસ, કોલ ડિટેઇલ સહિતની અનેક તપાસ કરતા મૂળ આરોપી મળી આવેલ હતો. એક પોલીસ હેડકોન્સ્ટેબલની યાદશક્તિ, સજાગતા અને સક્રિયતાના કારણે બે વર્ષ પછી હત્યારો પકડવામાં સફળતા મળી હતી.