સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામે વેલાવી થી ખરડીપાડા ગામ તરફ માર્ગ અને મકાન વિભાગ નવા રસ્તા નું કામ ચાલુ છે જે રસ્તાના સાઈડમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે જે તમામ જવાબદારી એજન્સીની હોય છે ત્યારે આ કાચ કામમાં વેલાવી ગામના ખેડૂતના ખેતરમાંથી ત્રણ ટાટાના ડમ્પર એક ટ્રેક્ટર અને મહેન્દ્રાની જેસીબી દ્વારા માટી કાઢવામાં આવી રહ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ જેના વિડીયો અમારા ચેનલના કેમેરામાં કેદ થયા છે જ્યાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા ત્યાંના સ્થાનિક સરપંચે હાજર હતા તેમણે મીડિયા સાથે અભદ્ર શબ્દમાં વાતચીત કરતા કહ્યું હતું કે તારાથી થાય તે કરી લે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કર તો ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે

આજ રીતના સરકારી તિજોરી નુકસાન થતું રહેશે તો સરકાર કેવી રીતના ભંડોળ ભેગું કરશે ખુલે આમ રેવન્યુ માંથી માટી ખનન થઈ રહ્યું છે જેને સરપંચ સહકાર આપી રહ્યા છે ત્યારે એજન્સી અને સરપંચ સાથે શું મિલી ભગત હશે એ આવનારો સમય જ બતાવશે આ સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડાના મામલતદારને કરવામાં આવી છે તો મામલતદાર તરફથી શું પગલાં લેવામાં આવશે એ જોવાનું રહ્યું