નવીન: વેલેન્ટાઇન વીકનો છઠ્ઠો દિવસ એટલે “હગ ડે”. હગ ડે દર વર્ષે 12 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકના ભાગરૂપે ઉજવવામાં આવે છે. “હગ ડે” એ લોકો માટે ખાસ દિવસ છે જે લોકો સ્પર્શ કરીને તેમના પ્રેમને વ્યક્ત કરવામાં માને છે. આપણા જીવનમાં લોકોને ગળે લગાવવાના મહત્વની યાદ અપાવવાનો દિવસ છે. હગ કરવુ એ પ્રેમ જતાવવાની એક શક્તિશાળી રીત છે. જે શારીરિક અને ભાવનાત્મક લાગણીઓને પણ વધારે છે.
“હગ ડે” નો ઇતિહાસઃ “હગ ડે “નો સ્પષ્ટ ઇતિહાસ તો નથી, પરંતુ આ દિવસ “વેલેન્ટાઇન વીક”નો એક મહત્વપૂર્ણ ભાગ બની ચૂક્યો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ શારીરિક સ્પર્શને મહત્વ આપવું છે. “હગ ડે” એ વાતનો સંકેત છે કે આપણી લાગણીઓ મહત્વની છે, અને એ માત્ર પ્રેમી-પ્રેમિકા માટે જ નહીં, પરંતુ દરેકને ગળે લગાવવો જોઈએ-તમારા પરિવાર, મિત્રો અથવા પ્રિયજનોથી. એ આપણા સંબંધોને મજબૂત બનાવે છે અને એકબીજાની લાગણીઓને વધુ સકારાત્મક રીતે વ્યક્ત કરવાની તક આપે છે.
“હગ ડે” પર આલિંગનની 5 અલગ અલગ રીતો:
- ટાઇટ હગ (Tight Hug):આ હગના દ્વારા, તમે તમારી પસંદગીના વ્યક્તિને કહી રહ્યા છો કે તમે એ વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છો અને તેને ગુમાવવાનો મન નથી.
- ઇંબ્રેસિંગ હગ (Embracing Hug):આ હગનો અર્થ એ છે કે તમારી લાગણીઓ એની સાથે ઊંડાણથી જોડાયેલી છે, અને તમે સાથે વધુ જીવી રહ્યા છો.
- સાઇડ આર્મ હગ (Side Arm Hug):આ પ્રકારનું આલિંગન નાજુક સંબંધોમાં જોવા મળે છે, જ્યાં એકબીજાની વચ્ચે કઈક દૂરી હોઈ શકે છે.
- બેક સાઇડ હગ (Back Side Hug):આ આલિંગન સંકેત આપે છે. કે એ વ્યક્તિ તમારી તરફ આકર્ષિત થાય છે અને તમારાથી નજીક આવીને રહેવા ઈચ્છે છે.
- લાંબી હોલ્ડ હગ (Long Hold Hug):લાંબા સમય સુધી આલિંગન કરવું એ એક એવું સંકેત છે કે તમે એ વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છો, ખાસ કરીને જ્યારે તમે લાંબા સમય પછી એકબીજા સાથે મળતા હોય.

