વાંસદા: પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લાગવા પહોંચી છે ત્યારે કુંભમાં સ્નાન કરવા ગયેલા નવસારી જિલ્લાના વાંસદાના રાણીફળિયા ગામના 35 વર્ષીય યુવકનું મહાકુંભના મેળામાં મોત થયું છે.
Decision News ને મળતી માહિતી મુજબ વાંસદાના રાણી ફળિયાના વિવેક પટેલ જયારે કુંભ સ્નાન કરવા માટે ગયો ત્યારે અચાનક ચક્કર ખાઈ ઢળી પડયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. યુવકના પરિવારમાં મૃત્યુ થયાના સમાચાર પહોંચતા શોક છવાયો છે.હાલ યુવકના મૃતદેહને વતન લાવવા માટે સાંસદ સભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંસદ ધવલ પટેલને સમગ્ર બાબતની જાણ થતા તેઓએ સંવેદના વ્યક્ત કરી અને યુવકના મૃતદેહને વતન વતન રાણી ફળિયામાં લાવવા માટે વ્યવસ્થા કરી છે.અગાવ પણ નવસારીમાં રહેતા 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલ સંબંધીઓ સાથે કુંભમેળામાં ગયા હતા. આ દરમ્યાન વાહન અકસ્માતમાં ઈજાના કારણે સ્વાતિબેનનું મોત નીપજ્યું હતું.

