ધરમપુર: ધરમપુર થી આવધા, પંગારબારી(વિલ્સન હિલ), વાઘવળ (શંકરધોધ), ગુંદીયા થઈ તુતરખેડ સુધીના માર્ગ માટે અંદાજિત રૂપિયા 20 તથા 64 મળી કુલ રૂપિયા 84 કરોડની મળેલી સૈધ્ધાંતિક મંજૂરી મળી છે તો સવાલ એ છે કે શું આ રોડ બનવાથી સ્થાનિક આદિવાસી લોકોને લાભ થશે ખરો ? કે પછી હાલની સ્થિતિ જોઈએ તેમ પ્લાસ્ટિકના કચરાની ભેટ જ મળશે..
એવું કહેવાય છે કે આ રોડની સિદ્ધાંતિક મજૂરી મળી એ ધરમપુરના ધારાસભ્યની અરવિંદ પટેલના વિકાસની સિદ્ધિ છે પણ પર્યાવરણ પ્રેમીએ સવાલ કરી રહ્યા છે કે શું અરવિંદ પટેલે આ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતા પ્લાસ્ટિકના કચરાની સફાઈ ઝુંબેશમાં એક પણ વખત ભાગ લીધો કે કરાવી છે ખરી ? વિલ્સન હિલ કે વાઘવળના શંકર ધોધ નિહાળવા સહેલાણીઓ કચરો ન નાખવાની કેટલી વાર અપીલ કરી છે ? માત્ર રોડ ફોર કે સિક્સ લેન બનાવી દેવાથી વિકાસ થતો હોય તો… પર્યાવરણનું છું..! હવા પ્રદુષણ, જમીન પ્રદૂષણ અને જળ પ્રદુષણ જે પ્રવાસીઓ કરે છે એને અટકાવવા કયો અધિકારી ગ્રાઉન્ડ સ્થળ પર જશે.. આજે તમે જોશો તો દરેક વલસાડના પ્રવાસના સ્થળો પર કચરાના ઢગલા જોવા મળે છે.. અમુક લોકો કહેશે કે રોડ બનશે તો અવરજવરમાં સરળતા રહેશે… રોજગારી મળશે.. તો અમે પૂછવા માંગીએ છીએ વલસાડના કયા પ્રવાસન સ્થળ પર આદિવાસીઓની મોટી મોટી શોપ કે દુકાનો છે .. બધી મલાઈ તો બહારથી આવેલ દુકાનદારો ખાઈ છે..
અમે વિકાસ વિરોધી નથી પણ પીપરોળ, પિંડવળ, પંગારબારી, વાઘવળ, ઉલસપિંડી, મોટી કોસબાડી, નાની કોસબાડી, સાદડવેરા,ગુદીયા અને તુતરખેડ સહિતના ગામોના લોકોને પૂછવું છે શું તમને ખરેખર વિશ્વાસ છે કે ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલની સરકારમાં રજુઆત પગલે બનનાર 84 કરોડની રોડ માટે ફાળવાયેલા આ રૂપિયા માત્ર રોડના ડેવલપમેન્ટ માટે જ વપરાશે ? શું તમને ધારાસભ્ય અરવિંદ પટેલ ખાતરી આપશે ખરા ? આપશે તો માંગી જુઓ…

