વલસાડ: 14 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી.. આપણે આવું કરીશું એવું કહી એક આધેડ વ્યક્તિ દ્વારા છેડતી કર્યાનો વલસાડ શહેરમાં કિસ્સો બન્યાનો બહાર આવ્યું છે ત્યારે પરિવારે તેના વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
Decision News ને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સગીરા પોતાના ઘરની નજીક રહેતા એક આધેડના ઘરે કામ અર્થે ગઈ હતી. તે વખતે આધેડે સગીરાને પોતાની નજીક બોલાવીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યો હતો અને સગીરાને કહ્યું કે, “આપણે પણ આવું કરીશું.” આ વાત સાંભળીને સગીરા ગભરાઈ ગઈ અને ત્યાંથી ભાગી ગઈ અને હિંમત એકઠી કરી માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.
પરિવારજનોએ તાત્કાલિક વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં આધેડ વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે આરોપી આધેડની ધરપકડ કરી લીધી છે અને જણાવ્યું કે આવા ગુનાઓમાં કડક કાર્યવાહી કરાશે

