ધરમપુર: આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે જેના દેવો પ્રાકૃતિક છે. આદિવાસી સમાજ માવલી અને કણસરી માતાને માનનારા ખાસ કરીને વલસાડ નવસારી અને ડાંગ વિસ્તારની જ્યારે વાત કરીએ છે ત્યારે.. આ કણસરીને લઈને આદિવાસી સમાજના અલગ અલગ વિસ્તારોના ભગતોની કથા અલગ અલગ હોવાનું પણ જણાય આવે છે આવા સમય એક આદિવાસી સમૂહ તેની ઉત્પતિ અને તેના ઇતિહાસ વિશે વાત કરે છે.
ધરમપુર કરંજવેરી ગામના આદિવાસી સમાજના આગેવાન ઉત્તમ ચૌરા Decision News ને જણાવે છે કે કણસરી દેવી, આપણાં સમાજમાં એટલે કે આદિઅનાદી કાળથી કુકણા, ઘોડિયા, વારલી, કોળચા જાતીઓમાં પરંપરા મુજબ ચાલતી આવેલ છે પ્રથમ તો આ કથાનું ઉત્પત્તિ વારલી સમાજથી થયેલ હતી. એમના ભગત પણ વારલી સમાજના જ હતા. પછી ધીરે ધીરે કુકણા પણ કંનસરીની કથા કરવા લાગ્યા હતા.
વધુમાં તેમનું કહેવું છે કે આ કણસરી કથામાં પણ એમાં જગબુડ થયેલ ત્યારે એક ધોધી તૂમડો પાણીમાં તરતો તરતો આવ્યો હતો. તેમાં બે વ્યક્તિઓ એટલે કે સ્ત્રી પુરુષને બંધ કરી દેવામાં આવ્યા હતા. છેવટે માનવજાતની ઉત્પત્તિ થઈ હતી જેમાં કોમ ઉભી થઇ જેમાં જેમ જેમ જાત ઉભી કરી તેમ તેમ તેઓને કામ દેવ લોકોએ સોંપણી કરી હજામ જાતિને બાલદાઢી મુસ્લિમ જાતિને સિપાહી, એમ બધી જાતીને કામની સોંપણી કરવામાં આવી તે પ્રમાણે કામ કરી રહ્યા છે.

