સુરત: ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાની ગરીબ પરિસ્થિતિમાં જાત અથાગ મહેનત કરી સ્પર્ધામત્ક પરીક્ષાઓ તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમને પુસ્તકોનો ટેકો મળી રહી એવા ઉદ્દેશ સાથે સુરત શહેર કોકણી સમાજ વિકાસ મંડળ દ્વારા મદદ કરવામાં આવી હતી.

Decision News ને મળેલી મુજબ ગતરોજ સુરત શહેર કોકણી સમાજ વિકાસ મંડળના વાર્ષિક સ્નેહમિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં MSC Nursing રાજકોટ ખાતે અભ્યાસ કરતી અને GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીની વાંસદા તાલુકાના પીપલખેડ ગામની ગરીબ પરિવારની દીકરી સ્નેહા મણીલાલ ગાંવીતને કોકણી સમાજ વિકાસ મંડળના મહિલા આગેવાન શ્રીમતી હેમલતાબેન કોકણીના જન્મદિને GPSC ના પરીક્ષાલક્ષી પુસ્તકોનું વિતરણ કરી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મંડળના હોદ્દેદારો શ્રીજે. બી. પવાર, શ્રીકાંતીભાઈ કુન્બી, શ્રી જીવણભાઈ કોકણી, શ્રીભુપેન્દ્ ભાઈ પવાર, શ્રીઅશોકભાઈ પવાર, શ્રીઆર. કે. પટેલ, જીતુભાઈ પટેલે દિકરીને ઉજવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. પુસ્તકોના વિતરણ માટે શ્રી ધરમપુર એજ્યુકેશન અને સ્પોર્ટસ ગૃપના સક્રિય કાર્યકર શ્રીસતિષભાઈ બારીયા દ્વારા ભલામણ કરવામાં આવી હતી.