ભરૂચ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરીને કહ્યું છે કે નબીપુર પોલીસ સ્ટેશન અને આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ કાયદાની ઉપરવટ જઈને કૃત્ય કર્યા છે. પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવતા હોવાનો આરોપ પણ કર્યો છે. જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સાંસદે માગ કરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાનાં નબીપુર પોલીસ સ્ટેશન તેમ જ નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારી સામે સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે. મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ આક્ષેપ કર્યાં છે. સાંસદે પત્રમાં આરોપ સાથે લખ્યું કે, નબીપુર તેમ જ આમલેથાનાં પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ પણ ગુના વગર ખોટી રીતે ધમકાવી હેરાન કરે છે. અંગ્રેજોનાં શાસન કરતા પણ વધારે પોલીસ અધિકારો અત્યાચાર ગુજારતા હોવાનો આરોપ કરાયો છે. આ સાથે સાસંદે બુટલેગરો અને રીઢા ગુનેગારોને પોલીસ છાવરે છે તેવો પણ ગંભીર આરોપ કર્યો છે.
વધુમાં કહ્યું કે પોલીસ અધિકારીઓ નિર્દોશ પર ત્રાસ ગુજારે છે અને ગુનેગારોને છાવરે છે. ન્યાયપ્રિય સરકારમાં આવું ન જ થવું જોઈએ. બન્ને પોલીસ સ્ટેશનનાં અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી સરકારને માગ કરી છે.

