વાંસદા: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તેની વચ્ચે નવસારીના વાંસદામાં કંડોલપાડા બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં દુબળ ફળિયા ગામમાં જે ભાજપની મીટીંગ રાખવામાં આવી હતી તેમાં કોંગ્રેસના કાર્યકરોએ ઝંડા લગાવતા બબાલ થયાના દ્રશ્યો સર્જાયા હતા.
સ્થાનિક લોકો પાસેથી Decision News ને જાણવા મળેલ મુજબ વાંસદાના દુબળ ફળિયા ગામમાં જે ભાજપની મીટીંગ સ્થળની આસપાસ ગામના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના ઝંડા અને બેનરો લગાવવા જતા ભાજપના કાર્યકરોએ તેમને અટકાવ્યા આ બાબતમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝઘડાના દ્રશ્યો સર્જાયા હતા જે બાદમાં મારામારી સુધી પોહચી ગયા હતા. ગામના સરપંચ અને ગામના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો છે. ગામના લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના મીટીંગ સ્થળે પહોંચીને ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા છે.
આ સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ વાંસદા પોલીસે અટકાવવા જતા પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. દૂબળ ફળિયા ગામના સરપંચ અને લોકોએ ભાજપની મીટીંગનો વિરોધ કર્યો હતો.

