માંગરોળ: માંગરોળ તાલુકામાં દીપડાઓ અને જંગલી ભૂંડના હુમલાઓથી ભયભીત બનેલા ખેડૂતોએ દિવસ દરમિયાન વીજળી આપવાની માગ કરી છે. મહેનત મજૂરી કરી ખેડૂતોએ પકવેલા કૃષિ પાકોના પોષણ ક્ષમ ભાવો ખેડૂતોને મળતા નથી અનેક સમસ્યાઓથી ખેડૂત મુશ્કેલી વેઠી રહ્યો છે.
Decision News ને મળેલી મળેલી માહિતી મુજબ ગામના ખેડૂતો એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી દીપડા જંગલી ભૂંડ ખેડૂતો ખેત મજૂરો ઉપર હુમલા કરી રહ્યા છે જેના ભયના કારણે ખેડૂતોએ રાત્રિ દરમિયાન ખેતરમાં જવાનું મુશ્કેલ બન્યું છે મોટાભાગના ખેડૂતોની ઇલેક્ટ્રિક મોટર ઓટો સિસ્ટમ પર મૂકેલી હોવાથી સિંચાઈનું પાણી ખેતરોમાં વહી જાય છે જેથી વીજ અને પાણીનો વ્યય થઈ રહ્યો છે
સવારે ખેડૂતોને માત્ર બે ત્રણ કલાક વીજળીનો લાભ મળે છે છેલ્લા ઘણા સમયથી દિવસના વીજ આપવા માંગ કરી રહ્યા છે. માડવી તાલુકાના ખેડૂતોને દિવસની વીજળીનો લાભ મળી રહ્યો છે, એક તરફ ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી હોય જ્યારે જગતનો તાત ખેડૂતને દિવસના સમયે વીજળી મળતી નથી. ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ અને વહીવટી તંત્ર આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી માંગરોળ તાલુકાના ખેડૂતોને ન્યાય આપે તે જરૂરી છે.

