તાપી: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અચાનક ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 24 થી વધુ બાળકોને એક બાદ એક ઉલટીઓ થવા લાગતા શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ તમામ બાળકોને વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સોનગઢના સાંઠકુવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બપોરે બાર કલાકના અરસામાં એક બાદ એક બાળકોને ઉલટી શરૂ થઈ હતી.

Decision News  ને મળેલી મળેલી માહિતી મુજબ પરિસ્થિતિ ગંભીર જણાતા બાળકોને તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં બાળકોએ રતનજ્યોતના બીજ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડોકટરોએ તુરંત બાળકોને સારવાર આપતા બાળકોની પરિસ્થિતિ સુધારા પર છે.સમગ્ર મામલે શાળાના આચાર્ય દ્વારા બાળકોને વ્યારા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શાળામાં અભ્યાસ કરતા સાથી વિદ્યાર્થી તેમના ઘર નજીક આવેલ જગ્યામાંથી રતન જ્યોતના બીજ લાવ્યો હતો.

જે અન્ય બાળકોને પણ આપ્યા હતા. ત્યારબાદ એકથી બે વિધાર્થીઓ દ્વારા ઉલ્ટી કરવામાં આવી હતી. બાદમાં એકા એક અન્ય બાળકોને પણ ઉલ્ટી શરૂ થતાં તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તાપી જિલ્લા પંચાયત હસ્તકની શાળામાં ફૂડ પોઇઝનીંગનો બનાવ બનતા શાળા વિભાગ દોડતું થયું હતું. બનાવને લઈ તબીબો દ્વારા બાળકોને સારવાર આપવામાં આવતા વાલીઓ પણ હોસ્પિટલ ખાતે પોહચી ગયા હતા. ત્યારે અચાનક બગડેલી બાળકોની તબિયતને લઈ શાળા સંચાલકો ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here