વલસાડ: વલસાડના કોસંબા દીવાદાંડી ગામે માછીમારીના દરમિયાન એક ડોલ્ફિન માછીમારની જાળમાં ફસાઈ ગઈ. 4થી 5 ફૂટની આ ડોલ્ફિન મધ્ય દરિયામાં માછીમારી દરમિયાન જાળમાં આવી ગઈ હતી. માછીમારોએ બોટ કિનારે લાવીને તપાસ કરતા ડોલ્ફિન જોવા મળી હતી.

Decision News  ને મળેલી મળેલી માહિતી મુજબ માછીમારોની માન્યતા પ્રમાણે ડોલ્ફિન પવિત્ર જીવ છે અને તેની પૂજા કરવામાં આવે છે. આથી ડોલ્ફિનના જીવને બચાવવા માટે દરિયા કિનારે ખાડો ખોદવામાં આવ્યો અને તેને સુરક્ષિત રાખવામાં આવી. ભરતીના સમયે ડોલ્ફિન સ્વાભાવિક રીતે દરિયામાં પરત ફરી હતી.

આ દરમિયાન, કેટલાક શાળાના બાળકો શૈક્ષણિક પ્રવાસે દીવાદાંડી આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને જીવનમાં પહેલી વાર જીવંત ડોલ્ફિન જોવાનો અવસર મળ્યો. આ દરિયાઈ જીવને નજીકથી નિહાળ્યો. માછીમારોની સૂઝબૂઝ અને કાળજીથી ડોલ્ફિનનો જીવ બચી ગયો અને તે સુરક્ષિત રીતે પાછી દરિયામાં પરત ગઈ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here