ભીલાડ: ભીલાડ રેલવેસ્ટેશન ઉપર યાત્રી અને મુસાફરો માટે શુદ્ધ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરતા ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના યુવાનેતા મનીષ હળપતિ અને તેમના યુવાઓની ટીમેં સમાજમાં સરાહનીય કાર્ય કર્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ મનીષ હળપતિ તથા યુવાનોની ટીમ સહિત રીક્ષા એસોિયેશનના પ્રમુખની અધ્યક્ષતા હેઠળ ભીલાડ રેલવે સ્ટેશન ઉપર સુવિધામાં વધારો કરવાના ઉમદા આશયથી તરસીયા મુસાફરો માટે પીવાના પાણી માટે જલકુટીરની વ્યવસ્થા કરવામાં આવી છે.આ બાબતે યુવાનેતા મનીષ હળપતિએ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને જાણકારી આપતાં એમણે મીડિયા સાથેની વાતચીતમા જણાવેલ કે ભીલાડ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે શુદ્ધ પીવાના પાણીની વિનામૂલ્યે કોઈ વ્યવસ્થા ન હોવાની જાણકારી પ્રાપ્ત થતા, લોકસેવામાં અગ્રેસર અમારી ટીમના ઉંમરગામના આગેવાન અને યુવા જોશ મનીષ હળપતિએ ઉપરોક્ત લોકકલ્યાણનું માનવીય કાર્ય કરવા પહેલ રીક્ષાચાલકો સાથે મળીને કરેલ જેનાથી તમામ મુસાફરોને શુધ્ધ શીતળ જળપાનનો લાભ મળે એ માટે વ્યવસ્થા કરી આપી એક ખુબ જ સુંદર કાર્ય કરેલ છે.

નોંધનીય બાબત એ છે કે સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર એવા મનીષ હળપતિની ઉંમરગામ તાલુકા આદિવાસી રીક્ષા એસોસિએસનની પહેલ કરી વર્ષોથી પોતાને થતાં અન્યાયથી પીડિત રીક્ષા ચાલકો માટે પણ એક આશા અને ન્યાયનું પ્રતીક બન્યા હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here