નવસારી: નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ દ્વારા નવસારી જિલ્લા કલેકટરને ટોલટેક્ષ બચાવવાં ખડસુપાથી વડપાડા સુધીના રસ્તે વાહનો લઇ જઇ સામાન્ય માણસોની જિંદગી જોખમમાં મુકતા મહાકાય વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાય વર્ષોથી ટોલટેક્સના અસહ્ય મારાથી સામાન્ય જનતા ભારે પરેશાની ભોગવી રહી છે ત્યારે અતિશય ભારે વાહનચાલકો ટોલટેક્ષ બચાવવાના ચક્કરમાં ખડસુપાથી વડપાડા સુધીના સ્ટેટ હાઇવેનો બેફામપણે ઉપયોગ કરી રહ્યા છે અને રાતદિવસ ભારે વાહનો ચલાવી માત્ર રસ્તાઓ જ નથી ખરાબ કરી રહ્યા પરંતુ પોતાના વાહનોના ડાયમેન્સન કરતા પણ વધારે સાઈઝની હેવી લોડ વસ્તુ મૂકીને લઇ જતાં હોય છે અને સામેવાળા વાહનચાલકોને રાત્રીના અંધકારમાં દેખાય એવી ઇન્ડિકેટર લાઈટ કે રેડિયમ પણ લગાડતા હોતા નથી જેના લીધે કેટલીયવાર ગંભીર અકસ્માત થતાં હોય છે

ભવિષ્યમા પણ અકસ્માતો થવાની સંભાવનાઓ રહેલી છે.માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે જાહેરનામુ બહાર પાડી આવા અતિશય ભારે વાહનો સામે પ્રતિબંધ મૂકી,કાયદાનો ભંગ કરે તેની સામે કડક દંડનીય કાર્યવાહી કરવાનો સંલગ્ન અધિકારીઓને આદેશ આપશો એવી માંગ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે ખેરગામ મામલતદાર મારફતે અરજી રવાના કરાવીને એ મુજબની માંગ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here