સંખેડા: સરપંચના પતિએ ગામની જ એક મહિલાને આવાસની લાલય આપી ઘરે બોલાવીને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સંખેડાના એક ગામમાંથી બહાર આવી છે. હાલમાં પોલીસે સરપંચ પતિ મનોજભાઈ સોલંકી વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સંખેડા તાલુકાના એક ગામની મહિલા પોતાને સરકારની આવાસ યોજનાનો લાભ લેવા ગામના સરપંચના પતિએ કહ્યું હતું. એ બાબતે તેને જરૂરી કાગળ લઈને તેઓને ઘરે આવવા ફોન કર્યો હતો. આ સમયે તલાટી પણ તેઓની સાથે હોવાનું જણાવ્યું હતું. જો કે મહિલાએ પોતાની પાસે ઘરવેરાની પાવતી ન હોવાનું જણાવતા સરપંચ પતિએ વેરો પોતે ભરાવી દેવાનું કહીને ઘરે આવ તેમ કહેતા મહિલા સરપંચના પતિના ઘરે ગઈ હતી. જયાં માત્ર સરપંચના પતિ મનોજભાઈ નાથાભાઈ સોલંકી એકલા હતા.

મહિલા ઘરે પહોંચતા સરપંચ પતિ મનોજભાઈ સોલંકીએ મહિલાને જરૂરી કાગળો લઈને ઉપરના માળે ચાલો ત્યાં તમારો વેરો ભરવાનો કાગળ અને આવાસના કાગળોમાં સહી સિક્કા કરી આપુ છું કહીને ઉપરના માળે દાદર પાસેની રૂમમાં લઈ ગયા હતા. જ્યાં રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને કહ્યું કે હું તમારો ઘરવેરા પણ ભરી દઈશ અને આવાસ પણ મંજૂર કરાવી દઈશ, પણ તમારે મારી સાથે સંબંધ રાખવો પડશે. આમ કહીને મહિલાને બાથ ભરીને શારીરિક અડપલા કર્યા હતા. સરપંચે શારીરિક સંબંધની માંગણી કરતા મહિલા ગભરાઈ ગઈ હતી અને મહિલાએ ના પાડતા મનોજભાઈ સોલંકીએ મહિલાની મરજી વિરુધ્ધ બળજબરીથી રૂમમાં પડેલા પલંગ ઉપર દુષ્કર્મ ગુજાર્યું અને ધમકી આપી કે ‘કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ’


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here