વલસાડ: ગળે ફાંસો ? ક્યાં તો કોઈ મોટી નદીમાં કુદીને આપઘાત કરી લેવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગતરોજ વલસાડ જિલ્લાના લખમાપૂર ગામમાંથી વહેતી પાર નદીમાંથી એક યુવાની લાશ મળી આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના લખમાપુર ગામ ખાતે આવેલ પારનદી માંથી પોલીસ અને ફાયરના જવાનો ઘણી મહેનત ભરી શોધખોળ કર્યા બાદ નદીમાં કૂદી આપઘાત કરનાર યુવકની જે લાશ મળી આવી હતી તે 28 વર્ષીય જીતેન્દ્ર પટેલ રહે કોસમકુવા નામના યુવક છે. એવું જણાવા મળ્યું છે કે ગતરોજ રાત્રે યુવક ગુમ થયો હતો.

આપઘાત સ્થળ પરથી હાલમાં જીતેન્દ્ર પટેલ નામના યુવકની બાઈક અને મોબાઈલ બ્રિજના નીચેથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ હતી. સમગ્ર મામલે પારડી પોલીસે યુવકનો મૃત દેહ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.