ભરૂચ: ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઇવે-48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

Decision News  ને મળેલી મળેલી માહિતી મુજબ અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

કેબિનમાં ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ સ્થાનિક પોલીસ પણતરત જ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here