ધરમપુર: આજરોજ વહેલી સવારે 8: 30 થી 9:00 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે 56 પર ધરમપુરના કરંજવેરી ગામ પાસે પાણીખડક-રૂમલા તરફ જતાં હાઇવે પર ઉભેલી ટ્રક સાથે એક બાઈક ભટકાતા તેનું ઘટના સ્થળ પર મોત થઇ ગયાની ઘટના બનવા પામી હતી.

Decision news ને સુત્ર વિરલ પટેલ પાસેથી મળેલી માહિતી મુજબ સવારે 8: 30 થી 9:00 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે 56 પર ધરમપુરના કરંજવેરી ગામ પાસે પાણીખડક-રૂમલા તરફ જતાં હાઇવે પર G-J-21-BM-5181 નંબર એક બાઈક સવાર પુરઝડપે આવતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા હાઈવે પર સાઈટમાં ઉભેલીબ G-J-05-BX-7875 નંબરની ટ્રકના પાછલા ભાગે જોરથી અથડાયો હતો. માથા પર પહેરલા હેલ્મેટનું પણ કચ્ચરઘાણ થઇ ગયું હતું. આમ માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું હતું. જ્યારે બાઈક સવાર મહિલા સદનસીબે બંચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ બનાવ સ્થળે પોહચી તેને PM માટે ધરમપુર સ્ટેટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતો. એવું જાણવા મળ્યું છે કે બાઈક સવાર ખેરગામ તાલુકાના જામનપાડા ગામનો રેહવાસી હતો. હાલમાં અકસ્માત વિષે ઘર પરિવારને ખબર પડતા ત્યાં શોકનો માહોલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here