વાંસદા: આજરોજ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વાંસદા તાલુકાના કેલીયા પ્રાશાળામાં એનવાયરમેન્ટ એજ્યુકેશનલ પ્રોગ્રામ 2024- 25 અંતર્ગત Modern and sustainable ways farming શીર્ષક હેઠળ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ શ્રી અશોકભાઈ પાભર કો ઓર્ડીનેટર તેમજ શ્રી નંદુભાઈ ખડીયા કો ઓર્ડીનેટર ર્ગીર ફાઉન્ડેશન તેમજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી નવસારીમાંથી શ્રીમતી સોનમબેન એન પટેલ અને શ્રી કલ્પેશભાઈ આહિર સારવણી હાઇસ્કુલ પ્રિન્સિપાલએ બાળકોને ખૂબ જ સારી સમજ આપી હતી શ્રીમતી સોનમબેન એ બાળકોને બાગાયત અને ખેતીના લાભો વિશેની સમજ આપી. તેમજ શ્રી અશોકભાઈ એ વાઇલ્ડ લાઇફ વિશે બાળકોને જાણકારી આપી હતી.

આ ઉપરાંત સારો તંદુરસ્ત ખોરાક વિશે સમજ આપી હતી. તેમજ સાધન સહાય પણ શાળાને દાન કર્યું હતું. કલ્પેશભાઈ એ ખરેખર તંદુરસ્ત શરીર માટે આપણે શું કરવું જોઈએ તેની સમજ આપી હતી. શાળાના બાળકોને ગીર ફાઉન્ડેશન દ્વારા ચા નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગીર ફાઉન્ડેશન દ્વારા ઇકો લાઇબ્રેરીના પુસ્તકો સુખાબારી શાળાને પણ આપવામાં આવ્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમનું આચાર્યશ્રી હેમંતભાઈ પટેલ તેમજ ઉપશિક્ષક શ્રી અનિલભાઈ એ સંચાલન કર્યું હતું. કાર્યક્રમને અંતે CRC એ આભાર દર્શન કર્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here