વલસાડ: વલસાડ જિલ્લાના બગવાળા ટોલ નાકા નજીક આવેલી એક પેકેજીંગ કંપનીમાં અચાનક આગ લાગવાની. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક કંપની સંચાલક અને પારડી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પારડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ.

Decision News  ને મળેલી માહિતી મુજબ કંપનીમાં મોટા પ્રમાણમાં પૂંઠા અને પેપર મટીરીયલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી હતી કે જોતજોતામાં સમગ્ર કંપની આગની લપેટમાં આવી ગઈ હતી.આગ પર કાબુ મેળવવામાં સૌથી મોટો પડકાર એ હતો કે કંપનીના ગોડાઉન સુધી પહોંચવા માટે ફાયર બ્રિગેડ પાસે કોઈ યોગ્ય માર્ગ ન હોતો.

આ મુશ્કેલીને પહોંચી વળવા માટે ફાયર ફાઈટર્સે ગોડાઉનની આજુબાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પારડી ફાયર બ્રિગેડે વલસાડ, વાપી નગરપાલિકા નોટિફાઇડ સહિત આસપાસના વિસ્તારોની ફાયર ફાઈટિંગ ટીમોની મદદ લીધી હતી. કુલ 6 ફાયર બ્રિગેડની ટીમો આગ ને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.