પારડી: પારડી નજીક ખડકી નેશનલ હાઇવેના બ્રિજ પાસે ડિસ્કવર બાઇક સ્લીપ થઇ જતાં મોગરાવાડી ખાતે વસવાટ કરતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે પાછળ બેસેલો યુવાન ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Decision News  ને મળેલી મળેલી જાણકારી મુજબ વલસાડ મોગરાવાડી ખાતે મામાને ત્યાં રહેતો મૂળ મહેસાણાનો 20 વર્ષીય યુવક વિજય રાજૂભાઈ દંતાણીયા દેવી પૂજક ગત સોમવારે બાઈક નં જીજે-15-AP-0033 પર મિત્ર રણજીત રવાભાઈ સાથે પારડી -વાપી વિસ્તારમાં કપડાંની ફેરી કરવા નીકળ્યો હતો

ત્યારે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ પારડી ખડકી નેશનલ હાઇવે 48 નો વલસાડ તરફનો બ્રિજ ઉતરતા બાઈક સ્લીપ થઈ હતી જેમાં બાઇક સવાર બંને યુવક માર્ગ પર પટકાતાં ગંભીર ઈજાને પગલે વિજયનું મોત થયું હતું. જ્યારે પાછળ બેસલા રણજીતને ઘવાયેલી હાલતમાં સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.