કપરાડા: આજરોજ વલસાડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 3.O માં એથલેટિક્સ વિભાગમાં કપરાડા તાલુકાના ચાવશાળા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓએ પોતાની પ્રતિભા બતાવી પરિવાર આદિવાસી સમાજ તથા શાળાનું ગૌરવ વધાર્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લા ખેલ મહાકુંભ 3.0 માં કપરાડા તાલુકાની ચાવશાળા પ્રાથમિક શાળાની 1.જીતાલી ગાંવિત U-11 સ્ટેન્ડિંગ બ્રોડ જંપ પ્રથમ ક્રમાંક 2.કલ્પના સરનાયક એ 600મીટર દોડમાંમાં પ્રથમ ક્રમાંક 3.અશ્વિના બેન સવરા એ 600 મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આમ કુલ 3 ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ચાવશાળા પ્રાથમિક શાળા સળંગ ત્રીજા વર્ષે રાજ્યકક્ષાએ ખેલમહા કુંભમાં ભાગ લેશે.. આ શાળા અત્યાર સુધીમાં કુલ અગિયાર વખત રાજ્ય કક્ષા સુધી વિવિધ રમતોમાં ભાગ લઈ ચૂકી છે. ખેલ સહાયક ચેદરીબેન તથા હેડ કોચ શર્મિલાબેન ને શાળાના આચાર્ય શ્રી હિરલબેન પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

