વલસાડ: હવે જમીન વિવાદો અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ બહાર આવી રહ્યા છે ત્યારે વલસાડ પાથરી ગામે કરોડો રુપિયાની પારસી પરિવારના બોગસ પેઢીનામા અંગે તત્કાલિન ડેપ્યુટી કલેક્ટર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો બહાર આવી છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ વિગતોમાં ડે. કલેક્ટરે દુત્યા પરિવારના રજૂ કરવામાં આવેલા પેઢીનામને નામંજુર કરી દીધું હતું અને અરજીને ફગાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ 11-7-2021માં 1955માં અવસાન પામેલા પાથરીના સરર્વે નંબર 416(157) અને 428(157)ની જમીનના પારસી માલિક હોરમસજી શાપુરજી દુત્યા અપરિણીત નિ:સંતાન હતા. આમ તેમના કોઈ વાલી વારસો ન હતા. છેક 2021માં તેમની બહેનના વારસદારો તરીકે રતિ અરદેશર દુત્યા અને ભાણેજ તરીકે બખ્તાવર અરદેશર દુત્યા અચાનક આ જમીનમાં ઉગી નીકળ્યા હતા. આમ બે વારસદારોના નામ આ જમીનમાં દાખલ કરવા માટે પ્રાંત કચેરીમાં તે વખતના નાયબ કલેક્ટર નિલેશ કુકડીયાની સમક્ષ અરજી કરવામાં આવી હતી.
સત્ય ડે માં પ્રકાશિત અહેવાલ મુજબ આ અંગે નાયબ કલેક્ટર દ્વારા તમામ પ્રકારની ચકાસણી કરીને જમીન અંગે વારસાઈ કરવા માટેના જરૂરી પુરાવા અરજદારો પાસે માંગ્યા હતા પરંતુ અરજદારો દ્વારા જમીન અંગે વારસાઈ હક માટેના પુરાવા નાયબ કલેક્ટર કુકડીયાને સંતોષકારક લાગ્યા ન હતા અને તેમણે 9-7-2021નાં રોજ બન્ને વારસદારોની વારસાઈને અગ્રાહ્ય એટલે નામંજુર કરી ફગાવી દીધી હતી. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ આખીય જમીનમાં પેઢીનામાનો ખેલ રાજુ શેરા નામની વ્યક્તિના ઈશારે કરવામાં આવ્યો છે. હવે નાયબ કલેક્ટર દ્વારા પેઢીનામાને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં પેઠીનામાને કયા આઘારે 7/12માં નોંધણી કરી ચહાવી દેવામાં આવ્યો છે તે અંગે વધુ સ્ફોટક વિગતો બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી. હાલમાં આ પ્રકરણમાં તે સમયના કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે