નવસારી: નવસારી તાલુકાના ગણેશ સિસોદ્રામાં રહેતી 32 વર્ષીય પરિણીતા ઘરેથી દુપટ્ટો બદલવા નવસારી જાઉં છું તેમ કહી ઘરે પરત ન આવતા તેના પતિએ શોધખોળ કરી પણ મળી ન આવતા અંતે ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી. નવસારી તાલુકાના ગણેશ સિસોદ્રામાં ભગવતી વે બ્રિજ સામે કમલેશભાઈ પટેલ તેમના પત્ની દૃષ્ટિબેન (ઉ.વ. 32) અને પરિવાર સાથે રહે છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ કમલેશભાઇના પત્ની દૃષ્ટિબેન 1 ફેબ્રુઆરીના રોજ ઘરેથી દુપટ્ટો બદલવા માટે નવસારીના શાંતાદેવી રોડ પર જાઉં છું તેમ કહીં નીકળ્યા હતા. બાદમાં દૃષ્ટિબેન ઘરે સાંજે પરત આવી ન હતી. પરિવારજનોએ તેણીની શોધખોળ કરવા છતાં મળી ન આવતા ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી.

કમલેશભાઇએ તેમના સગા સંબંધિઓમાં પૂછપરછ કરી હતી પણ મળી ન આવતા જાણ કરી હતી. ગુમ થનાર દૃષ્ટિબેનની ઊંચાઈ 5 ફૂટ, શરીરે પોપટી રંગનો પંજાબી ડ્રેસ અને વ્હાઈટ ઓઢણી પહેરેલી છે. તેઓ હિન્દી,ગુજરાતી, અંગ્રેજી ભાષા જાણે છે. આ મહિલાની જાણ થાય તો નવસારી ગ્રામ્ય પોલીસનાં અહેકો જયેશભાઈ વશરામભાઇનો સંપર્ક કરવા જણાવાયું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here