ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 વર્ષની માસૂમ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી, તે મોડી રાત્રે અચાનક ગાયબ થઈ ગઈ ઘણી શોધખોળ બાદ પણ બાળકીના પરિવારજનોએ આસપાસના વિસ્તારમાંથી માળી ન હતી.

Decision News  ને મળેલી મળેલી જાણકારી પ્રમાણે બાળકીઓ કોઈ પત્તો ન લાગતા પરિવારે સમગ્ર ઘટનાની  પોલીસને જાણ કરી હતી. ઘરની નજીકથી પસાર થતી કેનાલમાંથી બાળકીના ચપ્પલ અને હાથના નિશાન જોવા મલ્યા હતા. જેથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સક્રિય થઈ. રેલવે ટ્રેકની નીચેથી પસાર થતી પાણી ભરેલી કેનાલમાં બાળકી ફસાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બચાવ કામગીરી માટે પોલીસ અને ફાયર બ્રિગેડની વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને બાળકીને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો હઠ ધરવામાં આવી રહ્યા હાલમાં જાણવા મળ્યું છે.