ડાંગ: આજરોજ વઘઈ ખાતે ડાંગ જિલ્લામાં રહેતા આદિવાસી કુનબી, કોકણા, કોકણી, કુંકણા ડાંગ સમાજ વતી રિ.કલે.ઇશ્વરભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મિટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ચર્ચા-વિચારણા કરી હતી.
DECISION NEWS ને મળેલી માહિતી પ્રમાણે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લામાં એક મજબુત સંગઠનની જરૂર હોય જેના ભાગ રૂપે સંગઠનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે કાશીરામભાઈ બીરારી તેમજ ઉપપ્રમુખ પદે ધનસરામભાઈ ભોયે અને મંત્રી પદ પર નિલેશભાઈ ગાવિતને જવાબદારી સોંપવામાં આવી તેમજ રાજ્ય કક્ષા માટે ચાર સભ્યો 1. ડો.બી.એમ.રાઉત 2. ગીતાબેન ગાંગોડા 3. ભરતભાઈ ભોયે 4. શ્યામભાઈ માહલાની નિમણૂક કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેઠકમાં ડાંગ જિલ્લાના અન્ય આદિવાસી સમાજના રાષ્ટ્રીય કક્ષાએ ચાર સભ્યોની સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં 1.ગમજુભાઈ ચૌધરી 2. ભાવનાબેન ઠાકરે 3. પંકજભાઈ બાગુલ 4.રિતેશભાઈ પટેલ વગેરે નામો પસંદ કરાયા હતા.