ભરૂચ: ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા ત્રણ માળના લાકડાના રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી જતાં નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આ વિકરાળ આગના દૂર સુધી દેખાતી હતા.

DECISION NEWS ને મળેલી માહિતી પ્રમાણેસ્થાનિક રહીશોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની સાથે જીએનએફસીના ફાયર ટેન્ડરોને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાયટરોએ ભારે સમયની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની ઘટનાના લીધે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.જેને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસને બોલાવા પડયું હતું.સદભાગ્યથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંદાજીત 85 વર્ષ જૂના મકાનમાં આગ લાગતા મકાનને નોંધપાત્ર નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, વધુ તપાસ ચાલી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here