ગણદેવી: ગણદેવી નગર બહારથી પસાર થતો સતીમાતા મંદિરથી જલારામ મંદિર છે. આ ધોરીમાર્ગ રાત્રે અંધકારમય રહેતો હતો અને એને કારણે રખડતા પશુઓ સાથેના અનેક અકસ્માતો તેમજ અન્ય બીજા બનાવો અવારનવાર બનતા લાંબા સમયથી આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટ મૂકવાની માગણી સતત રહેતી હતી.

Decision News ને મળતી માહિતી મુજબ ગણદેવી સતિમાતા મંદિરથી જલારામ મંદિર સુધીના માર્ગ પર 75 થાંભલાઓ નાખી 150 સ્ટ્રીટ લાઈટ નાખી દીધી હોય અને જલારામ મંદિરથી કસ્બાવાડી ફાટક સુધી બીજી 100 લાઈટો 50 થાંભલાઓ પર નાખવાનો પણ પ્રારંભ થનાર હોવાનું જણાવ્યું હતુ.

જેથી લાંબા સમયની માંગણી સંતોષાતા સમગ્ર વિસ્તારમાં ખૂબ જ આનંદની લાગણી દેખાઈ રહી છે એટલું જ નહીં ધનોરી રોડ પર પણ 40 થાંભલાઓ નાખી 40 લાઇટ નાખવામાં આવનાર હોવાનું નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ પટેલે જણાવ્યું છે. આમ ગણદેવી નગરમાંથી સતીમાતાથી કસ્બાવાડી ફાટક સુધીનો સંપૂર્ણ રાજ્ય ધોરીમાર્ગ આગામી દિવસોમાંકુલ 250 સ્ટ્રીટ લાઈટો ઝળહળત થઈ જશે એવી જ રીતે ધનોરી માર્ગ પર પણ 40 થાંભલા ઉપર 40 ટ્યુબલાઈટ જળહળથી થઈ જશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here