કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 10-15 વર્ષમાં કોંગ્રેસે દલિતો અને પછાત વર્ગો માટે પૂરતું કામ કર્યું નથી. તેમણે કહ્યું કે તેમને એ કબૂલ કરવામાં જરાય ખચકાટ નથી કે પાર્ટી વંચિત વર્ગો દ્વારા તેમના દાદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના સમયમાં દેખાડવામાં આવેલા વિશ્વાસને જાળવી રાખવાને લાયક નથી.
ખોટું નહીં બોલું દલિતોના પ્રભાવશાળી લોકો અને બુદ્ધિજીવીઓના એક સંમેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દલિતો અને પછાત વર્ગોની મુક્તિનો એક નવો તબક્કો આકાર લેવાનો શરૂ કરી રહ્યો છે. હું કહી શકું છું કે કોંગ્રેસે છેલ્લા 10-15 વર્ષોમાં જે કરવું જોઈતું હતું તે કર્યું નથી. જો હું મે આ ન કહ્યું હોત તો હું તમને ખોટું બોલી રહ્યો હોઈશ અને મને ખોટું બોલવું ગમતું નથી. આ હકીકત છે. જો કોંગ્રેસ પાર્ટીએ દલિતો, પછાતો અને અતિ પછાતોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત તો આરએસએસ ક્યારેય સત્તામાં ન આવત.
આત્મવિશ્વાસમાં થઈ રહ્યો છે ઘટાડો રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધીના સમયમાં પૂરેપૂરો વિશ્વાસ જાળવી રાખવામાં આવ્યો હતો. દલિતો, આદિવાસીઓ, અલ્પસંખ્યકો, અતિ પછાતોને ખબર હતી કે ઈન્દિરા ગાંધી તેમના માટે લડશે અને મરી જશે પરંતુ 1990ના દાયકાથી આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ રહ્યો છે અને હું તેને જોઈ શકું છું. તેમણે કહ્યું કે તેમનું આ સત્ય કબૂલ કરવાનું તેમને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ તેઓ પ્રતિક્રિયાથી ડરતા નથી.
કોંગ્રેસમાં ક્રાંતિની જરૂર આ દરમિયાન ભીડમાંથી કોઈએ પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવના નામની બૂમ પાડી એવો ઈશારો કર્યો કે તેમના કાર્યકાળમાં આત્મવિશ્વાસમાં ઘટાડો થયો હતો. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું નામ નહીં લઉં, પરંતુ એ વાસ્તવિકતા છે અને કોંગ્રેસ પાર્ટીએ વાસ્તવિકતા સ્વીકાર કરવી પડશે. તેનો મુકાબલો કરવા માટે ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસે પાર્ટીમાં આંતરિક ક્રાંતિ લાવવી પડશે.
પ્રતિનિધિત્વ અને ભાગીદારીમાં અંતર દાવો કરતા કહ્યું કે હાલના માળખામાં દલિતો અને ઓબીસી માટે કોઈ તક નથી, જેના પર તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસે કબજો કરી લીધો છે. તેમણે કહ્યું કે વંચિત વર્ગોને ફક્ત પ્રતિનિધિત્વ નહીં પરંતુ સત્તાની જરૂર છે. તેમણે કહ્યું કે, તેમને સંસ્થાનો, શૈક્ષણિક સંસ્થાનો, કોર્પોરેટ ઈન્ડિયા અને ન્યાયપાલિકા ભાગીદારી જોઈએ. સત્તામાં ભાગીદારી અને પ્રતિનિધિત્વમાં ઘણું અંતર છે. ચૂંટણી જીતવા માટે સંઘર્ષ કરી રહેલી પાર્ટી સતત ત્રણ લોકસભા ચૂંટણી હારી છે અને હવે ફક્ત ત્રણ રાજ્યો સુધી સત્તામાં સિમિત છે. ગાંધી છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ-દલિત-પછાત સમર્થન આધાર બનાવવાની આકરી કોશિશ કરી રહ્યા છે. મોહબ્બત કી દુકાન, જાતિ ગણતરી અને રિઝર્વેશન પર 50 ટકાની મર્યાદા હટાવવાની માંગણી દ્વારા નફરત અને ધ્રુવીકરણના રાજકારણ વિરુદ્ધ અવાજ ઉઠાવીને ફરીથી લોકોના મનમાં જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યા છે.