ભરૂચ: ભરૂચ કચેરીમાં વર્ષોથી ચીટકી રહેલ કોન્ટ્રાક્ટ આધારિત કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેશ રાણાની મિલકતોની તપાસ કરવામાં આવે તો ખૂબ મોટું આર્થિક કૌભાંડ બહાર આવે તેમ છે.ભરૂચની પ્રાયોજના વહીવટદારની કચેરી કે જેમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ યોજનાઓ આદિવાસીઓના હિતને લઈને લઈ ફાળવવામાં આવે છે અને, આવી યોજનાઓ અમુક એન.જી.ઓ કે એજન્સીઓને સોંપવામાં આવે છે આવી યોજનાઓ મેળવવાં ઘણી એન.જી.ઓ પડાપડી કરે છે કારણ, આવી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી પણ આવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી
Decision News ને મળતી માહિતી મુજબ જે તે યોજના સંદર્ભ વર્ક ઓર્ડર મેળવનાર એન.જી.ઓ અને આ કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેશ રાણા તથા કચેરીનાં અમુક સંબંધીત કર્મચારી અધિકારીઓને લાભ જરૂર થાય છે.આ સ્વાર્થી લોકો આદિવાસીઓનાં હિતના લાભને અભરાઈ પર મૂકી પોતાનોજ લાભ મેળવે છે. મળતી માહિતી મુજબ જે એન.જી.ઓને વર્ક ઓર્ડર આપવામાં આવે છે તેની કામગીરી ફક્ત કાગળ પરજ હોય છે હકીકતમાં આ કાગળ પર બતાવેલી કામગીરી થયેલ હોતી નથી અને દુઃખની તથા આશ્ચર્યની વાત તો એ પણ છે કે, આદિવાસીઓના હિતનો લાભ તેઓ સુધી નહીં પહોંચાડી વિવિધ યોજનાઓ સંબંધિત ભ્રષ્ટાચાર કરી કાગળ પર બતાવેલ કામગીરીનાં રૂપિયા પ્રાયોજના વહીવટદાર કચેરીનાં કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેશ રાણા સહિત અમુક સંબંધિત કર્મચારી અધિકારીઓનાં ગજવામાં જાય છે
તેમજ જે તે એન.જી.ઓને પણ ખૂબ મોટો આર્થિક લાભ મેળવી રહ્યાં છે.જેમાં અમુક તો સમાજમાં વ્હાઇટ કોલર, પ્રતિષ્ઠિત વ્યક્તિનો આંચળો ઓઢીને ફરે છે પણ વાસ્તવમાં આવાં વ્યક્તિઓ, જાહેરમાં ચોરી, લૂંટ, ગુંડાગીરી કરતાં અસામાજિક તત્વોથી પણ ખતરનાક ગુંડા, ચોર, લૂંટરા છે જેઓ ધોળે દિવસે, સમાજ સેવક બની, આદિવાસીઓનાં હિત, વિકાસની યોજનાની ગ્રાન્ટનાં કરોડો રુપિયા ભ્રષ્ટાચારી અજગર બની ગળી રહ્યાં છે અને માસુમ, ભળાં આદિવાસીઓને તેમનાં હક્ક, અધિકારનાં લાભ નહીં આપી સમાજનાં, સરકારનાં અને કુદરતનાં ગુન્હેગાર બની રહ્યાં છે.