ધરમપુર: આજકાલ ટુ- વ્હીલર હોય કે ફોર-વ્હીલર, રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. આપણામાંથી ઘણા લોકો દરરોજ પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરાવવા જતા હશે. પરંતુ શું તમને ક્યારેય લાગ્યું છે કે પેટ્રોલ એટેન્ડન્ટ તમને છેતરે છે? હાલમાં આવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. Decision News તમને આજે ચેતાવી રહ્યું છે કે..
પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરતી વખતે શું કાળજી રાખવી જોઈએ આવો જોઈએ.. પેટ્રોલ પંપ પર તમારી સાથે આ ત્રણ કૌભાંડો થવાની શક્યતા છે. પેટ્રોલ પંપના ત્રણ કૌભાંડોથી બચી શકો છો. સૌથી પહેલા પેટ્રોલ એટેન્ડન્ટના હાથ પર નજર રાખો. આ લોકો પેટ્રોલ ભરતી વખતે ટ્રીપને ધીમેથી દબાવતા હોય છે જે એરલોગ બનાવે છે આમ આ લોકો 30 થી 50 ml પ્રતિ લીટરે નુક્સાન કરાવે છે. જ્યારે તમે પેટ્રોલ ભરાવો ત્યારે મધ્યમ નંબરો જેમ કે 109, 621 કહો. કારણ કે ઘણા પેટ્રોલ પંપ પર ઈલેક્ટ્રોનિક ચિપ્સ પકડાઈ છે. જેના કારણે 1000 રૂપિયાનું પેટ્રોલ ભરતી વખતે માત્ર 970 ml પેટ્રોલ ભરાય છે.
હંમેશા ઘનતા તપાસો. પેટ્રોલનું 730-770 kg/m ક્યુબ અને ડીઝલનું 830-860 kg/m ક્યુબ જો આનાથી ઓછું હોય, તો તેની ગુણવત્તા નબળી છે. પેટ્રોલ ભરતી વખતે એ જુઓ કે મીટર 0 પરથી સ્ટાર્ટ થયું છે કે નહીં.. જો નહીં થયું હોય તો દલીલ કરો આવું કેમ થયું.. તેઓ ગ્રાહક સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવા ઉલ્લુ બનાવતા પેટ્રોલ પંપવાળાનો વીડિયો બનાવી Decision News ને મોકલો આપણે આવા ચોરી કરતા અને ગ્રાહકોને ઉલ્લુ બનાવતા પેટ્રોલ પંપના માલિકોને ખુલ્લા પાડી એમના વિરુદ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી શકીએ છીએ..